તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી ગેઝેટનું છાપકામ બંધ:હવેથી ઓનલાઇન પ્રસિદ્ધ કરાશે; ઇ-ગેઝેટ વેબસાઇટ લોન્ચ, વર્ષે 35 મેટ્રિક ટન કાગળ બચશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જૂના ગેઝેટ મહિનામાં અપલોડ કરાશે, ફ્રી ડાઉનલોડ કરી શકાશે

ગેઝેટના સ્વરૂપમાં પ્રકાશિત થતા રાજ્ય સરકારના કાયદા અને નિયમોના છાપકામની વર્ષો જૂની પદ્ધતિ હવે બંધ કરવામાં આવી છે. સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટનું છાપકામ નહીં થાય, તેના બદલે આ ગેઝેટને ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે. આ નિર્ણયને પગલે વાર્ષિક 35 મેટ્રિક ટન કાગળની બચત થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-ગેઝેટ વેબસાઇટ લોન્ચ કરી હતી. સરકારના તમામ ગેઝેટ આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ વેબસાઇટ પરથી ગેઝેટ વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ડાઉનલોડેડ કોપીની અધિકૃતતા માટે ક્યુઆર કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

હાલમાં સરકારનાં 30 વર્ષ જૂના ઉપલબ્ધ ગેઝેટને પણ એક મહિનામાં વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવશે. લોકોને ગેઝેટ વેબસાઇટ પરથી તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકશે. સરકારને ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ રાખવામાંથી મુક્તિ મળશે.

નામ બદલવાની પ્રસિદ્ધિનો દર 200 રૂપિયા
નામ, અટક કે જન્મ તારીખ બદલવાના કિસ્સામાં અરજદારે નવું નામ, અટક કે જન્મ તારીખ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાવવાં જરૂરી છે. આ માટે ગેઝેટના અડધા પેજની પ્રસિદ્ધિ માટે 1 હજાર રૂપિયા અને આખા પેજની પ્રસિદ્ધિ માટે 2 હજાર રૂપિયા લેવામાં આવતા હતા, જેના બદલે હવે તમામ અરજદાર માટે એકસરખી 200 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવશે. ઇ-ગેઝેટની કામગીરી માટેનો સ્ટાફ એનઆઈસી કે જીઆઈએલ મારફતે આઉટસોર્સિંગથી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...