ભ્રષ્ટાચારનો આક્ષેપ:નિષ્ફળ એજન્સીને ઊંચા ભાવે સફાઈનું કામ કેમ અપાયું?, કામોમાં છબરડા અંગે તંત્રનો લેખિતમાં ખુલાસો માગ્યો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધીમીગતિએ અને નબળી કામગીરી સાથે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની આગેવાની સોમવારે કોંગ્રેસના કોર્પોરેટર્સે અધિકારીઓ સાથે બે કલાક જેટલા સમય માટે બેઠક કરીને સત્તાપક્ષની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને કેટલા ખુલાસા માંગ્યા છે. જેમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે વિપક્ષની વારંવારની માંગણી છતાં સામાન્ય સભા કેમ બોલાવાતી નથી.

મનપામાં ચાલતા ભ્રષ્ટાચારો આક્ષેપ અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા, સફાઈનું કામ કરતીં એન્જસી નિષ્ફળને તેને ઊંચા ભાવે ટેન્ડર વગર કામગીરી કેમ સોંપાઈ, કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી તેમને સુચવેલા કામો કેમ થતા નથી. શહેરના આંતરિક રોડ-રસ્તા માટે આર એન્ડ બી વિભાગને અધધ રૂપિયા ફાળવવામાં આવે છે છતાં રસ્તાઓ કેમ ખરાબ સ્થિતિમાં છે. પ્રજાની પારવાર મુશ્કેલી માટે જવાબદાર કોણ,બીજ તરફ વેરા આકરણી માટે પ્રાઈવેટ એજન્સીને લાખો રૂપિયા આપીને સરવે કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા બમણા બીલો, મિલકતના પ્રકારમાં ફેરફાર, એક પ્રોપર્ટીના બે બીલો જેવી અસંખ્ય ભૂલોનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. ત્યારે એજન્સી પાસે કેમ ખુલાસો માંગવામાં આવતો નથી. સમગ્ર મુદ્દે સંતોષકારક ખુલાસા કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ કોર્પોરેટર્સ દ્વારા કચેરીમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

સ્ટ્રોર્મવોટર લાઈની નબળી કામગીરી સામે તંત્ર કેમ ચૂપ?
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે,એજન્સી દ્વારા મનમાની મૂજબ કામગીરી થાય છે ત્યારે અધિકારીઓ દ્વારા કામગીરીની દેખરેખ કે ચકાસણી થાય છે કે નહીં? સ્ટ્રોમ વોટરની કામગીરી સમયે આદેધડ ખોદકામ કરીને યોગ્ય પુરાણ કરાતું નથી. જેથી મોટા ખાડા પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...