હુમલો:‘ ગેરકાયદે બાંધકામની ફરિયાદ કેમ કરી’ કહી યુવક ઉપર હુમલો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 જણે મારામારી કરી હોવાની ફરિયાદ

અડાલજમા આવેલી સેન્ટોસા નીમલેન્ડમાં પડોશીઓ બાખડ્યા હતા. સોસાયટીમાં કરાયેલા દબાણને લઇને ગુડાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી હતી. જ્યાં ટીમ દબાણનુ માર્કિંગ કરી રહી હતી. તે દરમિયાન એક દબાણકર્તાએ સ્થળ ઉપર હાજર યુવકને કહ્યુ હતુ કે, તે ગેરકાયદે બાંધકાની ફરિયાદ કેમ કરી તેમ કહીને તેની માતા સહિત ત્રણ લોકોએ હુમલો કરતા અડાલજ પોલીસ મથકમા મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

કૃણાલ કિરીટકુમાર ગઢવી (રહે, સેન્ટોસા, નીમલેન્ડ, અડાલજ) ચાર વર્ષથી રહે છે જ્યારે સરગાસણમા ઇન્સ્યોરન્સનુ કામકાજ કરે છે. ગત રોજ યુવકની બાજુમા આવેલા મકાન નંબર 20નુ ગેરકાયદે બાંધકામ તોડવા ગુડાના કર્મચારીઓ આવ્યા હતા. જ્યારે તે મકાનની બિલકુલ અડીને યુવકનુ મકાન આવ્યુ હોવાથી જોવા ઉભો હતો.

દરમિયાન જ મકાન નંબર 55મા રહેતા મીનુબેનસિંગ અને તેના બે દિકરા સુરજ અને યશ આવ્યા હતા. યુવકની પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, તે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કેમ કરી ?, તે સમયે યુવકે કહ્યુ હતુ કે, મે માત્ર 20 નંબરની ફરિયાદ કરી હતી. ત્યારબાદ 20 નંબરવાળાએ આખી સોસાયટીની ફરિયાદ કરી છે. આવુ કહેતા બે દિકરા અને તેની મા સહિત ત્રણે જણા ઉશ્કેરાયા હતા અને મીનુસિંગે યુવકને લાફો ઝીંકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...