આજે પરિણામ:ગાંધીનગર મહાનગરપાલિકા પર કોની સત્તા આવશે? સ્પષ્ટ બહુમત, તડજોડ કે ત્રેખડ?

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણતરી માટે પૂર્વ તૈયારી. - Divya Bhaskar
ગણતરી માટે પૂર્વ તૈયારી.
  • 5 કેન્દ્ર પર સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
  • 11 વાગે ટ્રેન્ડ અને 1 વાગ્યા સુધીમાં પરિણામ આવી શકે

ગાંધીનગર મહાનગરપાલિકા પર કોની સત્તા આવશે તે આજે જાહેર થઈ જશે. મનપાના અસ્તિત્વ બાદની ત્રીજી સામાન્ય ચૂંટણીમાં રવિવારે 56.17 ટકા મતદાન થયું છે. કોર્પોરેશન વિસ્તારના 11 વોર્ડમાં કુલ 1,58,532 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ પસંદ કરેલાં 44 ઉમેદવારોની જાહેરાત આજે થશે. સેક્ટર-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-15ની સરકારી આર્ટ્સ કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પાંચ ગણતરી સેન્ટરો પર કુલ 53 ટેબલ પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. જેમાં પાંચ ચૂંટણી અધિકારી સહિત 1700 જેટલા પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોતરાશે. ત્યારે આજે બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે જ પાટનગરમાં કોની સત્તા એ ક્લીયર થઈ જશે.

550 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
મતગણતરી સ્થળે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 31 પીએસઆઇ થતા 250 પોલીસ કોન્સ્ટેબલ, 120 મહિલા પોલીસ, 50 ટ્રાફિક પોલીસ સહિત 550 પોલીસ જવાનોને સવારથી તૈનાત રહેશેે.

‘આપ’ના ચોકીદાર.
‘આપ’ના ચોકીદાર.

કોંગ્રેસમાં ધારાસભ્યથી નારાજ નિષ્ક્રિય થયા, ભાજપમાં અસંતુષ્ટો પણ દોડતા થયા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મંગળવારે મતગતણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ, આપ જેવા રાજકીય પક્ષોએ રવિવારે મતદાન પૂર્ણ થયા પછી રાત્રે જ મતદારોને આભાર વ્યક્ત કરી દીધો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના તરફી જંગ મતદાન કરવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. જ્યારે આપ દ્વારા પણ પ્રથમ ચૂંટણીમાં સહકાર બદલ મતદારો અને કાર્યકરોનો આભર વ્યક્ત કર્યો હતો. આજે મતદારોનો ઝોક કઈ બાજુ રહ્યો છે તે જાહેર થઈ જશે ત્યારે કોઈ બે પક્ષની હાર અથવા કોઈ બે પક્ષો સરખી સ્થિતિ કે બહુ ઓછા માર્જીન પર આવીને ઉભા રહે તો પણ કહેવાય નહીં. જેને પગલે હાર કે જીત જે પણ હોય રાજકીય પક્ષોએ જનતાનો આભાર માની લીધો હતો.

આપના કાર્યકરો દ્વારા 48 કલાક EVMનો પહેરો
આમ આદમી પાર્ટી દ્વારા 48 કલાક સુધી ઈવીએમ મુકાયા તે સ્થળો પર બેસીને ચોકી પહેરો કર્યો હતો. આપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પણ આમ આદમી પાર્ટી ગાંધીનગરના કાર્યકર્તાઓની મહેનતને બીરદાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...