રાજકીય ગરમાવો:રાજ્યના નવા ગૃહપ્રધાન કોણ?: જિલ્લા પોલીસમાં ચર્ચા, દિવસભર નવા ગૃહમંત્રી કોને બનાવાશે તેને લઇને અનેક અટકળો સાથે સવાલો કરતા રહ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં આવનારા ધારાસભ્યો-મંત્રીઓને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં આવનારા ધારાસભ્યો-મંત્રીઓને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજ્યમા એક ઝાટકે જૂના મંત્રીઓને પડતા મુકવાની વાત જાહેર થઇ ત્યારથી જ નવા મંત્રી મંડળમા કોને સમાવવામા આવશે તેને લઇને ખૂદ ધારાસભ્યો સહિતને ઉત્સુકતા વધી ગઇ હતી. કયા મંત્રીને કયુ ખાતુ ફાળવવામા આવશે તેની પણ ચર્ચા શહેરભરમાં થઇ રહી હતી. તેવા સમયે જિલ્લા પોલીસ વિભાગમાં ગૃહ ખાતુ કોને ફાળવવામા આવશે તેની ભારે ચર્ચા કરતા જોવા મળતા હતા.ગાંધીનગરમા રાજકીય ગરમાવો વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ શરૂ થઇ ગયો હતો. ત્યારબાદ નવા મુખ્યમંત્રી કોણ તેને લઇને 24 કલાક નેતાઓમા ભારે ચર્ચા જોવા મળતી હતી. એકા એક ભૂપેન્દ્ર પટેલનુ નામનુ પત્તુ ખોલવામા આવતા સિનિયર નેતાઓના મોઢા ઢીલા થઇ ગયા હતા.

ત્યારબાદ મંત્રી મંડળમા પણ નવાને જ સ્થાન આપવાની વાત વહેતી થયા બાદ અનેક ધારાસભ્યોમાં કહી ખૂશી કહી ગમ જોવા મળતો હતો. બુધવારે બેનર લગાવેલા ફાળી નાખવામા આવ્યા હતા.બુધવાર મોડી રાતથી જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમા ધારાસભ્ય નિવાસ સ્થાનમા પોલીસને પોઇન્ટ ફાળવી દીધો હતો.

ગુરૂવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેને પગલે ગુરૂવારે શહેરના જ રોડ સહિતના રસ્તા અને વિસ્તારોમાં નવા મંત્રીઓના સમર્થકો અને વાહનોથી ભરેલા રહ્યાં હતા. શહેરમાં એમએલએ ક્વાટર્સ અને રાજભવન પાસેના રસ્તાઓ પર આખો દિવસ સમર્થકોનો જમાવડો રહ્યો હતો. મંત્રીઓ જાહેર થતાં જ ઘણા નેતાઓને સમર્થકોએ રસ્તા પર જ ઉઠાવીને વધાવી લીધા હતા.

આ તમામ બાબતો વચ્ચે પોલીસ કર્મચારીઓમા નવા ગૃહ પ્રધાન કોણ તેની જ ચર્ચા સાંભળવા મળતી હતી. પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહની છાપ વિભાગમાં સારી હતી. ત્યારે નવા કોપ આવશે તેની માહિતી જ એકત્ર કરતા જોવા મળતા હતા. શહેરની પોલીસના મોઢે મંત્રીઓએ શપથ લીધા ત્યારબાદ પણ ગૃહખાતુ કોને ફાળવ્યુ તે પૂછતા નજરે ચડતા હતા. જ્યારે સાંજે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા હોવાની માહિતી મળતા પોલીસ કર્મચારીઓમાં ક્યાંક છૂપી ખૂશી જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...