• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Whether The Work Is Done Offline Or Online, Fees Will Not Be Reduced; As The Cases Of Corona Increase, It Is Difficult To Start Std. 1 To 5 Classes

શિક્ષણ વિભાગની જાહેરાત:શિક્ષણ કાર્ય ઓફલાઇન ચાલે કે ઓનલાઇન, ફી ઘટાડાશે નહિ; કોરોનાના કેસો વધતાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરવામાં અવઢવ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દિવાળી પછીના નવા સત્રથી રાબેતા મુજબની ફી લઈ શકાશે

કોરોનાને કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય કરાવાતું હોવાથી શાળાઓની ફીમાં ઘટાડો કરવા બાબતે વાલીઓએ માગ કરી હતી. જે તે વખતે સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે હવે દિવાળી પછી શરૂ થતાં સત્ર માટે રાજ્ય સરકાર ફીમાં કાપ ન મૂકવા અંગે વિચારણા કરી રહી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલે કે ઓફલાઇન, પરંતુ હવે શાળાઓને ફીમાં ઘટાડો કરવા માટે જણાવાશે નહીં તેમ શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શાળાઓના મોટા ભાગના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે અને તેઓને જે ખર્ચ આવી રહ્યો છે તે અગાઉની ફીના પ્રમાણમાં જ આવી રહ્યો છે. આથી જે કોરોના કાળ પહેલાંના સમયમાં હતો તે મુજબનો 100 ટકા ખર્ચ શાળાઓ કરી રહી છે. કોરોના કાળમાં જે તે વખતે અમુક અભ્યાસ સંલગ્ન પ્રવૃત્તિઓ અને શાળાની માળખાકીય પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે ખર્ચ ઘટ્યો હતો, તેથી ફી ઓછી કરવામાં આવી હતી, પણ હવે તેવું નથી.

આ તરફ શિક્ષણ વિભાગે અગાઉ ડિસેમ્બર માસથી 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જે સંકેત આપ્યા હતા, તેમાં હાલ પૂરતી બ્રેક વાગી છે. રાજ્યમાં થોડા સમયથી કોરોનાના કિસ્સા વધવાના શરૂ થતાં હાલ શિક્ષણ વિભાગ આ માટે વિચારણા કરવા વધુ સમય લઈ શકે છે. જોકે બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ઘણું ઓછું છે તેવું એક તારણ પણ વિભાગના ધ્યાને છે, જેથી આ અંગેનો નિર્ણય ઉતાવળમાં નહીં લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...