મૂંઝવણ:કાર્યક્રમમાં ભીડ ભેગી થશે કે નહીં, ભાજપને મોટી મૂંઝવણ ઊભી થઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીની જૂનાગઢમાં રેલીને કારણે ગૌરવ યાત્રાનો રૂટ બદલાયો
  • અમુક ઠેકાણે ગૌરવયાત્રામાં પાંખી હાજરીના વીડિયો ફરતા થયા

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 17 અને 18 ઓક્ટોબરે જૂનાગઢ જિલ્લામાંથી પસાર થવાની હતી, તે પાર્ટીને મોકૂફ રાખવી પડી છે. આ જ દિવસોમાં નરેન્દ્ર મોદી રાજકોટ અને જૂનાગઢના પ્રવાસે આવવાના છે તેથી તેમના કાર્યક્રમોમાં જનતાને ભેગી કરવી પડે તેમ હોવાથી ગૌરવ યાત્રા વખતે કાગડા ન ઉડે તે ડરે ભાજપને તેની યાત્રાના રૂટમાં બદલાવ કરવો પડ્યો છે.

આ બાબતે યાત્રાના સંયોજક અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના જુનાગઢના પ્રવાસ તેમજ જનસભાને કારણે ઝાંઝરકા થી સોમનાથના રૂટ પર નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા 17 અને 18 ઓકટોબરે જૂનાગઢને બદલે ગીર સોમનાથ જિલ્લામાંથી જ પસાર થઈને સોમનાથ ખાતે પૂરી કરવામાં આવશે.

યાત્રાના રૂટ બદલવા પાછળ અન્ય કોઇ તર્ક નથી તેમ જણાવી ઝડફિયાએ હરીફ પક્ષો અને આમ આદમી પાર્ટી ભ્રમ ફેલાવે છે તેવો આક્ષેપ પણ કર્યો. તેમણે કહ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રા માટે કોઈ ભ્રમ ફેલાવે તો એ તેમની હલકી માનસિકતા દર્શાવે છે, આ યાત્રા ખૂબ સારી અને સફળતાથી પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...