સામાન્ય સભામાં દરખાસ્ત:કાઉન્સીલર્સને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે પદાધિકારીઓ નક્કી કરશે, સામાન્ય સભામાં ઠરાવ થશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશનમાં કોર્પોરેટર્સને મળતી પેરીફેરી ગ્રાન્ટ, શહેરી પછાત વિસ્તાર ગ્રાન્ટ, નવીન સમાવિષ્ટ ગામડાઓની મળવાપાત્ર ગ્રાન્ટ ત્રણ પદાધિકારીઓના સૂચવ્યા મુજબ વાપરવા માટે નક્કી કરાયું છે. જેમાં વર્ષ 2022-23ના બજેટમાં શહેરી પછાત વિસ્તારમાં માળખાકીય સુવિધાના કામો ગટર, પાણી, સીસી રોડ, પે એન્ડ યુઝ ટોઈલેટ અને ઝુપડપટ્ટી કામો માટે 6.40 કરોડ, તથા નવીન સમાવિષ્ટ ગામડાઓની પાયાની સુવિધાઓ તથા અન્ય કેપીટલ વર્ક્સ માટે 7 કરોડ જોગવાઈ કરેલી છે.

જેમાં મેયર, ડેપ્યુટી મેયર તથા ચેરમેન સુચવે તથા રકમની ફાળવણી કરે તે પ્રમાણે નવા વિકાસના કેપિટલ કામો કરવાની નક્કી કરાયું છે. ત્યારે આ મુદ્દે વિરોધ પક્ષના નેતા અંકિત બારોટે તેનો વિરોધ નોંધાવીને ઠરાવમાં સુધારો કરવા માટે માંગ કરી છે. 13 સપ્ટેમ્બરના રોજ કોર્પોરેશનની સામાન્ય સભા મળનારી છે.ઠરાવમાં સુધારો કરવા સામાન્ય સભામાં દરખાસ્ત કરી છે.

અમારે કોઈ કામ નથી સુચવવાના: મેયર
આ અંગે મેયર હિતેશ મકવાણાને પૂછતાં તેઓએ કહ્યું હતું કે,‌‌‌‘ ગ્રાન્ટ વિકાસના કામો માટે જ વાપરવાની છે, કોર્પોરેટર્સ કામ સૂચવે તેમાંથી જ કામ કરવાના રહે છે. અમારે કોઈ કામ નથી સૂચવવાના, કામ બેડવાય નહીં તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...