હોબાળો:મતદાર આવ્યા તો કર્મચારીએ કહ્યું, તમે વોટિંગ કરી ગયા છો!

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-24ની સરકારી શાળા નંબર-1ના એક મતદાન કેન્દ્રમાં બોગસ મતદાનનો આક્ષેપ - Divya Bhaskar
સેક્ટર-24ની સરકારી શાળા નંબર-1ના એક મતદાન કેન્દ્રમાં બોગસ મતદાનનો આક્ષેપ
  • રાજકીય પક્ષોમાં તંગદિલી ફેલાઈ

મનપાની ચૂંટણીમાં બોગસ મતદાન થવાના મુદ્દે રાજકીય તંગદિલી ફેલાઈ હતી. સેક્ટર-24માં રહેતા અને સામાજિક કામે મુંબઈ ગયેલા મતદાર મત આપવા સરકારી શાળા નંબર-1ના બુથ નંબર-6 અને રૂમ નંબર-3માં ગયા ત્યારે કર્મચારીઓએ તમે મતદાન કરી ગયા હોવાનું જણાવતાં બોગસ મતદાનનો કિસ્સો બહાર આવ્યો હતો. મતકેન્દ્રની બહાર આવીને મતદારે રાજકીય પક્ષોના કાર્યકરોને જણાવતા બોગસ મતદાન થયું હોવાના રાજકીય પક્ષોના કાર્યકરોના આક્ષેપ સાથે હોબાળો થયો હતો.

મનપાની ચૂંટણીમાં બોગસ મતદાનને લઇને રાજકીય પક્ષોના કાર્યકરો હોબાળો કર્યાની જાણ થતાં જ ડીવાએસપી સહિતનો પાલીસ કાફલો મતદાન મથકે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલો થાળે પાડીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે બોગસ મતદાન અંગેની જિલ્લા ચુંટણી પંચ ખાતે કોઇ જ લેખિત ફરીયાદ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...