નાગરિકો ઉપર પોલીસનો અત્યાચાર:CMનો કોન્વોય ગયા બાદ દુકાન ખોલી તો પોલીસે ફડાકા ઝીંક્યા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાની રેકડી ચલાવતા યુવાને નુકસાન ન થાય તે માટે ગલ્લો ખોલ્યો

શહેરના સેક્ટર 17 સ્થિત એક્ઝિબિશન હોલમાં શુક્રવારે એગ્રીકલ્ચર એક્સ્પોનુ આયોજન કરાયુ હતુ. જેમાં સીએમ આવવાના હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પોલીસે દુકાન, લારી ગલ્લા બંધ રખાવ્યા હતા. જ્યારે સીએમનો કોન્વોય ગયા પછી ચાની રેકડી ચલાવતા યુવકે એક દિવસનુ ધંધામાં નુકશાન ના થાય માટે પોતાનો ગલ્લો શરુ કર્યો હતો. પરંતુ નાના વેપારીઓ સામે શુરવીર બનતી પોલીસે રેકડીવાળાને બે ફડાકા ઝીંકી દીધા હતા અને સેક્ટર 23 પોલીસ ચોકી લઇ જઇ બેસાડી દીધો હતો.

સ્થાનિકોને પાટનગરની શુરવીર પોલીસના દર્શન થઇ રહ્યા છે. સરકારમા બેઠેલા નેતાઓ નાગરીકોની ચિંતા કરતા હોય તેવુ હમેશા પોતાના ભાષણમાં કહેતા હોય છે. જ્યારે તેમના નામે પોલીસ નાગરિકો ઉપર અત્યાચાર કરતી હોય છે. આજે શુક્રવારે સેક્ટર 17 એક્ઝિબિશન હોલમા મુખ્યમંત્રી એગ્રીકલ્ચર એક્સ્પોમાં હાજરી આપવા આવ્યા હતા. રાજ્યમાં કોઇ પણ જગ્યાએ સીએમનો કાર્યક્રમ હોય તે દરમિયાન રસ્તા ઉપરથી દબાણ દુર કરવામાં આવતા હોય છે.

ત્યારે એક્ઝિબિશન કાર્યક્રમ પાસે સેક્ટર 17 સ્થિત અભિલેખાગાર પાસે એક ચાની રેકડી ઉભી રાખી યુવક અને તેની પત્ની પેટીયુ રળતા હોય છે. સીએમના કાર્યક્રમને લઇને સવારના સમયે તેની લારી બંધ રાખવાનો પોલીસે આદેશ કરી દીધો હતો.

જેથી યુવકે ચાની લારી બંધ રાખી હતી. જ્યારે સીએમ કાર્યક્રમ સ્થળેથી રવાના થયા પછી રેકડીવાળા યુવકે તેની ચાની લારી ખોલી હતી. તે સમયે શહેરની શુરવીર પોલીસ એકા એક ચાની લારી ધરાવતા યુવક પાસે આવી ગઇ હતી અને ચાની લારી ધરાવતા યુવકને આવીને સીધા જ બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ યુવક સહિત બે લોકોને સેક્ટર 23 પોલીસ ચોકીએ લઇ ગઇ હતી. સરકાર નાના ગરીબ લોકોની દરકાર કરવાની વાત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...