વિગતો જાહેર કરવા માગ:મોદીએ 71 હજાર નોકરી ક્યારે આપી તેનું શ્વેતપત્ર બહાર પાડે: કોંગ્રેસ પ્રમુખ ઠાકોર

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પહેલાં 75 હજાર અને હવે 71 હજાર નોકરી આપવાની વિગતો જાહેર કરવા માગ

ચૂંટણી દરમિયાન થતાં ભાષણોને નિશાન બનાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર 71 હજાર નોકરીઓ આપશે અને આ પહેલાં 75 હજાર નોકરી આપવાની વાત કરી હતી. આમ કુલ 1.46 લાખ નોકરીઓ આપવાની વાત કરે છે ત્યારે આ તમામ પદોની ક્યારે પરીક્ષા લેવાઈ હતી તે સહિત કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાર પાડે.

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, તંત્ર ચૂંટણીમાં કાવાદાવા કરીને કોંગ્રેસનો પ્રચાર વ્યવસ્થિત થાય નહીં તેવો પણ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભરતી થઈ હતી તો તેમાં કેટલી અનામત રાખવામાં આવી, ગુજરાતમાં કુલ કેટલી નોકરી મળી, નિમણૂકપત્ર ક્યારે આપ્યા તે સહિતની વિગત વડાપ્રધાને પબ્લિક ડોમિનમાં મૂકવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પાર્ટીઓ છે તો ચૂંટણી વખતે બંને પાર્ટીઓને સરખું અને નિષ્પક્ષ વેઇટેજ સરકારે આપવું જોઈએ. તેના બદલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોંગ્રેસને વધારે હેરાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...