સગી જનેતાને દિકરાએ માર માર્યો:ડભોડામાં જમવાનું મોડું બનતાં સગા દીકરાએ માતાને ફટકારી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રવધૂએ વચ્ચે પડી સાસુને બચાવી: પુત્ર સામે ફરિયાદ

ડભોડા ગામમા જમવાનુ મોડુ બનાવતા સગી જનેતાને દિકરાએ માર માર્યો હતો. સામાન્ય બાબતમા સગી માતને માર મારનાર પુત્ર સામે માતાએ ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ 53 વર્ષિય હર્ષિદાબેન તૈલપકુમાર મહેતા (રહે, ડભોડા)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ બપોરના આશરે એક વાગ્યાના અરસામા ઘરે હાજર હતા.

તે દરમિયાન તેનો દિકરો નિકુંજ તૈલપકુમાર મહેતા ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, હજુ જમવાનુ બનાવ્યુ નથી. તે સમયે માતાએ દિકરાને કહ્યુ હતુ કે, અમે બહાર ગયા હતા, પરિણામે મોડુ થયુ છે, એટલે જમવાનુ બન્યુ નથી. માતાએ આવુ કહેતાની સાથે જ દિકરો શુરવીરની જેમ ઉશ્કેરાઇ ગયો હતો.

સગી જનેતાને માર મારવા લાગ્યો હતો. બુમાબુમ કરીને ગાળો બોલી માતાને ફટકારી રહ્યો હતો. ત્યારે ઘરે રહેલી તેની પત્નિ વચ્ચે પડી હતી અને તેની સાસુને મારમાથી છોડાવી હતી. ત્યારબાદ દિકરો ઘરેથી ભાગી ગયો હતો. પરંતુ આ ઘટનાથી ઘોર કળિયુગ જોવા મળ્યો હતો. માતા પોતાના બાળકને 9 મહિના સુધી ગર્ભમા રાખીને તેનુ ધ્યાન રાખતી હોય છે. ત્યારે સામાન્ય બાબતમા દિકરાએ જનેતાને માર મારતા સમગ્ર ઘટના ગામમા ચર્ચાનુ કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...