રોગચાળાની ભીતિ:ગોકુળપુરા અને પેથાપુરના સંજરી ફ્લેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોનો ઉકેલ ક્યારે?

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજરી ફ્લેટ વિસ્તાર - Divya Bhaskar
સંજરી ફ્લેટ વિસ્તાર
  • ગટરનાં પાણીના કારણે રોગચાળાની ભીતિ
  • વારંવાર તંત્રને રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં

ગોકુળપુરા મેન બજારમાં છેલ્લા કેટલાય સમયથી છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. સ્માર્ટસિટી ગાંધીનગરમાં આવેલી કેપિટલ રેલવે સ્ટેશનની સામે જ આવેલું ગોકુળપુરા હજુ પણ અનેક બાબતોમાં સુવિધાઓ વંચિત છે. જેમાં સાફ-સફાઈ, પાણી સહિતના પ્રશ્નો ઉપરાંત ગટર ઉભરાવવાની સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યાં છે.

સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો છતાં આ દિશામાં કોઈ ઉકેલ આવતો નથી. નાગરિકોના ઘર આગળ ભરાતા પાણીને પગલે અવરજવરમાં તો મુશ્કેલી પડે છે પરંતુ રોગચાળાની પણ ભીતિ નાગરિકોને સતાવે છે. તો રાજકીય પક્ષોના નેતાઓ એક બે દિવસ સમસ્યા ઉકેલના નાટકો કરીને પછી દેખાતા નથી.

બીજી તરફ પેથાપુર ખાતે જીઈબી કોલોની પાસે સંજરી ફ્લેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે. અહીં પણ રસ્તાઓ પર વહેતા પાણીને પગલે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. જે અંગે તંત્રને રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો ન હોવાની રાવ ઉઠી છે.