સાળી-બનેવીની કાળી કરતૂત:પાલુન્દ્રામાં પ્રેમીની સગાઇ થતાં પ્રેમિકાએ સંબંધ તોડાવવા ખોટા લગ્નનું સર્ટિફિકેટ ફરતું કર્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી ફેસબુક ઉપર અપલોડ કરનાર સાળી અને બનેવીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધા હતા. - Divya Bhaskar
ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી ફેસબુક ઉપર અપલોડ કરનાર સાળી અને બનેવીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધા હતા.
  • પાલુન્દ્રાની યુવતીએ બનેવી સાથે મળી ખોટાં પ્રમાણપત્ર બનાવી યુવક અને પોતાનાં સગાંને મોકલ્યાં હતાં

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામમા રહેતી રબારી સમાજની યુવતીને ચૌહાણ સમાજના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જ્યારે યુવકની પોતાના સમાજની યુવતી સાથે સગાઇ કરવામા આવી હતી. પ્રેમી પોતાનાથી દુર થઇ જશે,આ વાત યુવતીને ખબર પડતા સગાઇ તોડાવવા બનેવી સાથે મળીને ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી ફેસબુક ઉપર વાઇરલ કર્યા હતા. આ ગુનાનો ભેદ સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે બે દિવસમાં ઉકેલી નાખ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ દહેગામના પાલુન્દ્રા ગામના રબારી અને ચૌહાણ સમાજના આગેવાનો દ્વારા સાઇબર ક્રાઇમમા ફરિયાદ દાખલ કરાઈ હતી. ગામના યુવક યુવતીના ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી બદનામ કરવાના ઇરાદા સાથે ફેસબુક ખોટુ આઇડી બનાવી વાઇરલ કર્યા હતા. આ કેસને સાઇબર ક્રાઇમની ટીમના પી.એલ.વાઘેલાની ટીમ દ્વારા તપાસ આરંભતા કેસને પાંચ દિવસમાં ઉકેલી નાખ્યો હતો.

પાલુન્દ્રા ગામની યુવતિ કાજલ ઇશ્વરભાઇ દેસાઇને ગામમા જ રહેતા યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેને લઇને યુવતિએ યુવક સાથે લગ્ન કરવાનુ મન બનાવી લીધુ હતુ. યુવકની બે મહિના પહેલા સમાજની યુવતિ સાથે સગાઇ થઇ હતી. આ બાબતની માહિતી પ્રેમીકા કાજલને ખબર પડતા તેણે પોતાના પ્રેમી યુવકની સગાઇ તોડાવવા ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવવાનો પ્લાન કરી દીધો હતો. જેમાં બોરીજમા રહેતા બનેવી મનિષ અમરતભાઇ રબારી સાથે મળીને યુવતિએ ગુગલ ઉપરથી લગ્નના પ્રમાણપત્રનો ફરમો શોધી તેની કલર ઝેરોક્ષ કઢાવી હતી અને તેનુ અને તેના પ્રેમીના ફોટા અને નામ સાથેનુ લગ્નનુ પ્રમાણપત્ર બનાવી ફેસબુક પર એકાઉન્ટ બનાવી અપલોડ કરી દીધુ હતુ.

તેની સાથે જ ડમી મોબાઇલ નંબર ઉપરથી યુવતિએ તેના અને તેના પ્રેમીના સગા સબંધીઓને લગ્નનુ પ્રમાણપત્ર સોશિયલ મીડિયાથી મોકલી આપ્યુ હતુ. યુવતિએ પ્રેમીની સગાઇ કરવામા આવી હતી, તે લોકોના મોબાઇલ નંબર ઉપર પણ પ્રમાણપત્ર મોકલ્યુ હતુ.પોલીસે યુવતિ અને તેના બનેવીની ધરપકડ કરી હતી.

યુવતિ અને તેના બનેવીને 2 દિવસના રિમાન્ડ પર લેવાયા
સાઇબર ક્રાઇમની ટીમે કેસને ઉકેલી નાખ્યો હતો અને યુવતિ કાજલ અને તેના બનેવી મનિષની ધરપકડ કરી લીધી હતી. ત્યારં આ બંને આરોપીઓને કોર્ટમા રજૂ કરતા બે દિવસના રીમાંડ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...