ચૂંટણી:2017માં ‘ભાઇ-બહેન’ની ખેંચતાણને કારણે જે ન થઈ શક્યું, તે 2022માં એક ઝાટકે પાર પડી ગયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યાદી જાહેર થયા બાદ મુખ્યમંત્રી પોતાના વિધાનસભા કાર્યાલય પર પહોંચ્યા હતા - Divya Bhaskar
યાદી જાહેર થયા બાદ મુખ્યમંત્રી પોતાના વિધાનસભા કાર્યાલય પર પહોંચ્યા હતા
  • ગત ચૂંટણીમાં અમદાવાદના તમામ ઉમેદવાર રિપીટ થયા હતા, આ વખતે 13 કપાયા

અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અનુક્રમે ઘાટલોડિયા અને નિકોલ બેઠક પરથી રિપીટ થયા છે. તે સિવાયના બાકીના બધાં ચહેરાં બદલાઇ ગયા છે. 2017ની ચૂંટણી વખતે અમદાવાદની આ બેઠકોને લઇને કમલમ પર મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી તેમાં તત્કાલિન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે ખેંચતાણ થઇ હતી. મોડી રાત સુધી કોકડું ગૂંચવાયેલું રહેતા નવા કોઇ ચહેરાને લાવવાને બદલે તમામ ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી કરાયું હતું.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની બેઠકો માટે ઉમેદવારો બદલવાના થતા હતા પરંતુ અમુક બેઠકો પર અમિત શાહ તો અમુક બેઠકો પર આનંદીબેન પટેલનો આગ્રહ એકબીજા સાથે ટકરાતો હતો. ક્યાંય સુધી આ મુદ્દે ચર્ચાનો અંત ન આવતા દિલ્હી ફોન કરીને આ બાબતે મસલત કરવી પડી હતી, આખરે તમામ બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવાનું નક્કી કરાયું હતું. અપવાદરૂપ કિસ્સામાં ભૂષણ ભટ્ટ 2017ની ચૂંટણી ખાડિયા-જમાલપુર બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા તેમ છતાં આ વખતે તેમને રિપીટ કરાયા છે. તે સિવાયના બધાં જ ચહેરાઓ નવા છે.

આ વખતે પહેલેથી જ નક્કી હતું કે બે સિવાય બધાં બદલાશે
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હોવાથી તેમની સામે કોઇએ દાવેદારી ન કરવી તેવો નિર્ણય પાર્ટીમાંથી સર્વાનુમતે લેવાયો હતો તેથી તેઓ એકમાત્ર ઉમેદવાર હતા તે નિશ્ચિત હતું. આ સિવાય નિકોલ બેઠક માટે અલગ-અલગ દાવાઓ થયાં છતાં જગદીશ પંચાલ સરકારમાં મજબૂત સ્થાન ધરાવતા હોવાથી તેઓ રિપીટ થશે તે પણ નક્કી મનાતું હતું. આમ આ બે સિવાયના બાકીના તમામ ઉમેદવારો બદલાઈ જશે તે સ્પષ્ટ હતું.

અમિત શાહનો હાથ આ વખતે ઉપર રહ્યો
ઉમેદવારોની યાદી જોઇએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હાથ ઉપર રહ્યો તેવું તરી આવે છે. તેમના ખૂબ અંગત ગણાતા હર્ષદ પટેલ, અમિત શાહ, અમૂલ ભટ્ટ, જગદીશ પંચાલ, દિનેશ કુશવાહા, જીતુ પટેલ સહિતના નામો યાદીમાં દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...