તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીના-સૂકા કચરામાં રાજકારણ ગરમાયું:GMC-કલેક્ટર કચેરીમાં જ ભીનો અને સૂકો કચરો જુદો કરાતો નથી ,4 દિવસથી ઉઠાવાયો પણ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-13માં કચરો લેવાની ના પાડતાં મહિલાઓએ ગાડી ઘેરી લીધી હતી, જેમાં કેટલાકે જાતે જ ગાડીમાં કચરો ઠલવી દીધો હતો. - Divya Bhaskar
સેક્ટર-13માં કચરો લેવાની ના પાડતાં મહિલાઓએ ગાડી ઘેરી લીધી હતી, જેમાં કેટલાકે જાતે જ ગાડીમાં કચરો ઠલવી દીધો હતો.
  • AAPએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગાંધીનગર શહેરમાં કચરાની પારાયણમાં દિવસેને દિવસે માથાકૂટો વધી રહી હોવાનું સામે આવ્યું છે. કચરો અલગ કરવા માટે જે સ્થળેથી આદેશ છૂટ્યા છે તે કોર્પોરેશન બિલ્ડિંગમાં અને પાસે રહેલાં કલેક્ટર કચેરી ખાતે પણ કચરો અલગ ન કરાતો હોવાનું સામે આવ્યું છે. મળેલી માહિતી મુજબ ચારેક દિવસથી આ બંને કચેરીમાંથી જ કચરો ઉઠાવાયો નથી. શહેરમાં જે રીતે નાગરિકો કચરો લેવા જતાં નાગરિકો સાથે માથાકૂટ કરે છે. તે જ રીતે કોર્પોરેશન કચેરીમાં કચરો એકઠો કરતાં હંગામી કર્મચારીઓ પણ માથાકૂટ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

જોકે કમિશનરની કડક સૂચનાને પગલે એજન્સી દ્વારા બંને કચેરીઓમાંથી કચરો ઉઠાવ્યો નથી. શહેરમાં માથાકૂટો વચ્ચે ગુરૂવારે 31 ટન જેટલો કચરો ઉઠાવાયો હતો. સામાન્ય રીતે દૈનિક 120 ટન જેટલો કચરો એકઠો થતો હોય છે પરંતુ 5 દિવસથી 80થી 90 ટન કચરો ઉપાડાતો નથી.

સેક્ટર-13 ખાતે ગુરૂવારે ગાડીના ચાલકે કચરો લેવાની ના પાડતાં મહિલાઓેએ ગાડીને ઘેરી લીધી હતી. જેને પગલે સુપરવાઈઝરે તાત્કાલિક દોડી જવું પડ્યું હતું અને મહિલાઓને સમજાવીને ગાડી પાછી લવાઈ હતી. બીજી તરફ સેક્ટર-21 ખાતે પણ આ પ્રકારની માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું હતું.

કચરો રસ્તાઓ પર આવે તેવી સ્થિતિ! 5 દિવસથી તંત્ર કચરો લેતું નથી
5 દિવસથી તંત્ર દ્વારા ઘરોમાંથી કચરો લીધો નથી. જેથી નાગરિકો હવે જગ્યા ખૂટતા કચરો જાહેર કચરા પેટીમાં નાખશે અથવા રસ્તાઓની આસપાસ જ્યાં જગ્યા મળે ત્યાં નાખે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઘર્ષણો ટાળવા સમસ્યાનો ઉકેલ જરૂરી
છેલ્લા 10 દિવસથી ચાલતા મુદ્દામાં હવે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના દિવ્યાંગ ત્રિવેદી, મહિપતભાઈ ગઢવીએ નિર્ણયના વિરોધમાં કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, નવા સિમાંકનમાં જોડાયેલા કુડાસણ, ભાઈજીપુરા સહિતના સોસાયટી વિસ્તારોમાં ઘણી જગ્યાએ કચરો એકત્ર કરવા માટે ડોલ અપાતી નથી.

કચરો અલગ ના હોવાથી 5-6 દિવસથી કચરો લેવાનું બંધ કરી દેવાયું છે. આમ થવાથી લોકો ઘણા ત્રસ્ત થઈ ગયા છે, ઘણી જગ્યાએ તો ઘર્ષણો પણ થવા લાગ્યા છે. જે ઉગ્ર ન થાય તે માટે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ જરૂરી છે. આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો નિર્ણય પાછો ન ખેંચાય તો આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...