તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ગાંધીનગરની કંપનીમાંથી ગેસના સિલિન્ડરોની ચોરી થઈ, લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ આરંભી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં ચાલી રહેલી કોરોના મહામારી મહામારી વચ્ચે ઓક્સિજનનાં બાટલા માટે અફરાતફરીનો માહોલ છવાયો છે. ત્યારે પાટનગર ગાંધીનગરનાં સેકટર 28 જીઆઈડીસીમાં ગેસનાં બાટલા રીફીલ કરતી કંપનીમાંથી કોઈ ઈસમ ગેસ સિલિન્ડરના ત્રણ બાટલા ચોરીને ફરાર થઈ જતાં સેકટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ગાંધીનગરના સેક્ટર 28 જીઆઇડીસી ગેસ કંપની માંથી ગેસ ના સિલિન્ડર ચોરાઈ જતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના રાંધેજા ની સિદ્ધાર્થ હોમ્સ સોસાયટીમાં રહેતા જીગર પંડ્યા સેક્ટર 28 જીઆઇડીસીમાં એમોનિયા કંપની નામથી ગેસનો ધંધો કરી રહ્યા છે.હાલમાં ચાલી રહેલી ઓક્સિજનની અછત વચ્ચે જીગરભાઈ પોતાની કંપનીમાં લોકો માટે ગેસનાં બાટલા રીફીલ કરવાની સુવિધા આપી રહ્યા છે .

ગત તારીખ ૨૯મી એપ્રિલના રોજ જીગર ની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેણે ઓફિસ બંધ કરી દીધી હતી તે સમયે ઓફિસની બહાર કુલ છ ગેસ સિલિન્ડરો મૂકી રાખ્યા હતા. જેમાં dissolve એસીટીલીન અને કાર્બન ડાયોક્સાઇડના સિલિન્ડર બહાર મુકી ને ઘરે જતાં રહ્યાં હતાં.

બાદમાં છઠ્ઠી મેં નાં રોજ જીગર પંડયા પોતાની ઓફિસે ગયા હતા. ત્યારે ઓફિસની બહાર મૂકેલા ગેસના સિલિન્ડર પૈકી ત્રણ સિલિન્ડર ગાયબ હતા. જેથી જીગર ને લાગેલું કે ગેસની આપ લે કરનાર ડ્રાઈવર ભરત ઠાકોર લઈ ગયો હશે. જેની બીજા દિવસે પૂછતાંછ કરતાં ભરતે સિલિન્ડર લઈ ગયા નો ઈન્કાર કર્યો હતો. જેનાં પગલે જીગર તેમજ ભરત ઠાકોરે આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી પરંતુ ગેસ સિલિન્ડર નો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે સેક્ટર 21 પોલીસ મથક માં ફરિયાદ દાખલ થતાં કોરોના મહામારીમાં આવા ગંભીર ગુનાની વધુ તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...