તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 233 ફોર્મ ભરાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 6માં સૌથી વધુ 26 ફોર્મ ભરાયા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડા મોડા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ગાંધીનગર કલેકટર કચેરીએ ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા જેમાં ઉમેદવારોને સ્થળ પરજ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા.જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 6 માં 26 અને સૌથી ઓછા વોર્ડ નંબર 7 માં 14 ઉમેદારોએ ફોર્મ ભર્યા હતા.

રીટર્નિંગ ઓફિસરની કચેરી બહાર ટોળેટોળા ઉમટી પડતાં સોશ્યિલ ડિસ્ટનસીના ધજાગરા ઉડી ગયા
રીટર્નિંગ ઓફિસરની કચેરી બહાર ટોળેટોળા ઉમટી પડતાં સોશ્યિલ ડિસ્ટનસીના ધજાગરા ઉડી ગયા

ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સાથે માત્ર બે ટેકેદારોને પ્રવેશ આપવામાં આવતો હોવા છતાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો સાથે ટેકેદાર મોટી સંખ્યામાં આવી પહોંચતા સોશ્યિલ ડિસ્ટનસીના ધજાગરા ઉડી ગયા હતા. કલેકટર કચેરી ખાતે રીટર્નિંગ ઓફિસરની કચેરી બહાર ટોળેટોળા ઉમટી પડ્યા હતા બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય હતો પરંતુ જે પ્રકારે ઉમેદવારોનો ધસારો વધી જતા તંત્રએ ટોકન સિસ્ટમ અમલવારી કરવાની ફરજ પડી હતી.

ઉમેદવારોનો ધસારો વધી જતા તંત્રએ ટોકન સિસ્ટમ અમલવારી કરવાની ફરજ પડી
ઉમેદવારોનો ધસારો વધી જતા તંત્રએ ટોકન સિસ્ટમ અમલવારી કરવાની ફરજ પડી

આ અંગે ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 233 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં વોર્ડ નંબર એકમાં 26 ,વોર્ડ નંબર 2 માં 20 વોર્ડ ત્રણમાં 20, વોર્ડ નંબર ચાર માં 23, વોર્ડ નંબર 5 માં 19 ,વોર્ડ નંબર છ માં સૌથી વધુ 26 ,વોર્ડ નંબર 7માં 14 ,વોર્ડ નંબર 8માં 22 ,વોર્ડ નંબર નવ માં 21, વોર્ડ નંબર 10 માં 20, અને વોર્ડ નંબર 11 માં 22 જેટલા ફોર્મ ભરાયા હતા.

હવે શનિવારે ઉમેદવારીપત્રો ની ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે અને જરૂરી આધાર પુરાવા નહીં હોય તેવા ઉમેદવારોના ફોર્મ રદ પણ કરી દેવામાં આવશે અત્રે નોંધનીય છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ડમી ઉમેદવારોના ફોર્મ પણ ભરવામાં આવ્યા હોવાથી ઉમેદવારોની યાદી લાંબી થઈ ગઈ છે ત્યારે હવે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો