તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:ભારતીય કિસાન સંઘ બાઈક રેલી કાઢી વિધાનસભા પહોંચે તે પહેલા 15 ખેડૂતોની અટકાયત કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેલીને ગાંધીનગર સુધી આવતા અટકાવી દીધી

ભારતીય કિસાન સંઘ દ્વારા સાબરકાંઠા જિલ્લાના મૂંઝવતા પ્રશ્નો માટે આજે 19 માર્ચ શહીદ દિને ખેડૂતો મોટરસાયકલ રેલીનો પ્રારંભ કરી શહીદોને શ્રદ્ધાંજલી આપવા ગાંધીનગર વિધાનસભા આવવા નીકળ્યા હતા. તે દરમિયાન દહેગામ પોલીસે બાય ત્રણ રસ્તા પાસે જ 15 લોકોની અટકાયત કરી લઈએ રેલીને ગાંધીનગર સુધી આવતા અટકાવી દીધી હતી.

દહેગામ પોલીસે 15 ખેડૂતોની અટકાયત કરી

19 માર્ચ શહીદ દિન નિમિત્તે ભારતીય કિસાન સંઘ દ્વારા વિધાનસભા સુધી બાઇક રેલી યોજીને સાબરકાંઠા જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો મોટરસાયકલ ઉપર રેલી સ્વરૂપે ગાંધીનગર વિધાનસભા આવવા માટે નીકળ્યા હતા. ત્યારે દહેગામ પોલીસ દ્વારા બાય ત્રણ રસ્તા પાસે 15 ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી હતી.

ચણા, ઘઉં, ડાંગરમાં સરકાર દ્વારા ખરીદીમાં મોટો ઘટાડો કરાયો

આ અંગે ભારતીય કિસાન સંઘના અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીએ જણાવ્યું હતું કે ચણા, ઘઉં, ડાંગરમાં સરકાર દ્વારા ખરીદીમાં મોટો ઘટાડો કરાયો છે. ખેડૂતોના પ્રાણ પ્રશ્નો માટે કલેકટર તેમજ તાલુકા મથકો પર આવેદનપત્રો આપી આપીને થાકી ગયા છીએ. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ગત વર્ષે સરકાર 125 મણ ખરીદી કરતી હતી. જ્યારે આ વખતે 50 માણસ ખરીદી કરી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે. તથા ખેડૂતોને મંદી આવી ગઈ છે. તેમજ સરકાર ખેડૂતોને બટાકામાં પણ સબસીડી સહાય કરે અને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ સહાય કરે તેમજ સિંચાઈના પણ અનેક પ્રશ્નો છે. જેના પગલે આજે ભારતીય કિસાન સંઘના આદેશ મુજબ ગાંધીનગર વિધાનસભા સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...