તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટનો સટ્ટો:ઉવારસદમાં મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતાં ત્રણ ઇસમોની રૂ. 1.33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
  • ક્રિકેટ લાઇન ગુરુ નામની એપ્લિકેશનના આધારે ખેલ ખેલાઇ રહ્યો હતો

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે ચાલતી 20 - 20 મેચ ઉપર ક્રિકેટ લાઇન ગુરુ નામની એપ્લિકેશનના આધારે ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતાં ત્રણ ઇસમોને રૂ. 1.33 લાખના મુદ્દામાલ સાથે અડાલજ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એપ્લિકેશનનો પાસવર્ડ અને આઈડી આપનાર હારીજના એક શખ્સને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર હાર-જીતનો સટ્ટો રમતા હતા

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા તાબાના પોલીસ મથકોને કડક સુચના આપવામાં આવી છે. ત્યારે અડાલજ પોલીસ મથકના સ્ટાફના માણસો ઉવારસદ ટોપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉવારસદમાં પ્રમુખ પેસિફિક શોપિંગ સેન્ટરમાં શિવ મોબાઇલ નામની દુકાન આગળ કેટલાક શખ્સો ક્રિકેટનો સટ્ટો ઓનલાઇન રમી રહ્યા હોવાની બાતમી એએસઆઇ રતનલાલ બનવારીલાલને મળી હતી. જેના પગલે પોલીસ કાફલો ઉપરોકત સ્થળે દોડી જઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલતી મેચ ઉપર પૈસાથી હાર-જીતનો ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને આબાદ રીતે ઝડપી લીધા હતા.

ત્રણેયને ક્રિકેટનો લાઈવ સટ્ટો રમતા ઝડપી લેવામાં આવ્યા હતા

આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવે જણાવ્યું હતું કે ઉપરોક્ત સ્થળે પંચોની હાજરીમાં રેડ કરીને ગૌરવ ઠક્કર(રહે. દુકાન નંબર 3, ખોડીયાર ડેરી પાર્લર, સાર્થક એરા ઉવારસદ), જનક ઠક્કર(રહે. એ/104,પ્રમુખ ગ્લોરી ઉવારસદ) તેમજ તેજસ ખરોટે (રહે. સી /203 પ્રમુખ ઓએસીસ ઉવારસદ) ને ક્રિકેટનો લાઈવ સટ્ટો રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. હારીજના શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવીજેમાં ગૌરવ ઠક્કર આ ક્રિકેટ સટ્ટાનો મુખ્ય સૂત્રધાર છે. જેના મોબાઈલમાંથી ક્રિકેટ લાઈન ગુરુ નામની એપ્લિકેશન મારફતે ત્રણેય મિત્રો સટ્ટો રમતા હતા. તેમજ પાટણ જિલ્લાના હારીજના ભવાની મંદિર ખાતે રહેતા ચિત્તરંજન ઉર્ફે ચેતન ઠક્કર દ્વારા ગૌરવએ ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો આઈડી અને પાસવર્ડ મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. હાલમાં ત્રણેય સટોડિયા યુવકોની ધરપકડ કરી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હારીજના શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...