શાબાશ ભૂપેન્દ્રભાઈ:તમારા પર અમને ગર્વ છે, ગુજરાતીમાં જ બોલવાના આગ્રહને તમામ સ્તરે આવકારાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ટીવી પત્રકારોને સાફ કહી દીધુ કે, ગુજરાતીમાં જ કહેવાનું છે, તમારે નેશનલમાં ચલાવવું હોય તો ચલાવો
  • પુનમ માડમે કહ્યું કે, નેશનલ ન્યૂઝ ગુજરાતીનું હિન્દીમાં અનુવાદ કરી લે

રાજ્યના નવા વરાયેલા મુખ્યપ્રધાન હાલમાં મીડિયાને હિન્દીમાં સંબોધવા અંગે સાફ કહી દીધું હતુ કે, ગુજરાતીમાંજ મારે કહેવુ છે, તમારે રાષ્ટ્રીય સ્તરે જે ચલાવવું હોય તે કરો. આ નિવેદનને રાજ્યના મીડિયામાં આવકાર મળ્યો છે. આ પહેલાં આનંદીબહેન પટેલ પણ મીડિયા સમક્ષ ગુજરાતીમાં જ તેમને યોગ્ય લાગતા નિવેદન આપવાનો આગ્રહ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. જે સમયે તેમણે મુખ્યમંત્રી બનાવાયા એ સમયે જામનગરમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઇ હતી. તેથી તેમણે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોની મૂલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ તેમણે જામનગરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જે દરમિયાન તેમણે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો.

નેશનલ ન્યૂઝ ગુજરાતનું હિન્દી અનુવાદ કરીને ચલાવે
જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન તેમણે માતૃભાષામાં સંબોધન કર્યું હતું. સંબોધન પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ ઉભા થઇને જઇ રહ્યાં હતા. એ વેળાએ નેશનલ ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હિન્દીમાં નિવેદન આપવા જણાવ્યું હતું. જોકે, એ જ સમયે તેમણે કહ્યું હતું કે 'ગુજરાતીમાં જ કહેવાનો છું. તમારે નેશનલમાં ચલાવવું હોય તો ગુજરાતીમાં ચલાવો. આ તકે પૂનમ માડમે જણાવ્યું હતું કે, નેશનલ ન્યૂઝ ગુજરાતનું હિન્દી અનુવાદ કરીને ચલાવે.'

સોશિયલ મીડિયાના વધેલા પ્રભુત્વને લઇને રાજકિય કે જાહેર જીવનની વ્યકિતઓના નિવેદન કે વીડિયોને એવી રીતે વાયરલ કરાય છે કે, હવે નેતાઓ બોલતા વિચારવા માંડ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ગમે તેટલા નિવેદન રાષ્ટ્રીય સ્તરે સ્પર્શે તેવા હોય તેવો મરાઠીમાં જ નિવેદન આપે છે. ગુજરાતના મુખ્ય પ્રધાને તેમના પ્રથમ જ નિવેદનમાં સ્પષ્ટ કહી દીધું કે હુ ગુજરાતીમાં જ કહીશ તમારે જે કરવું કે જેવી રીતે લેવું હોય તેવી રીતે લઇલો.

અન્ય સમાચારો પણ છે...