ચોરી:વાવોલનો પરિવાર અજમેર ગયો ને’ ઘરમાંથી તસ્કરો રૂ. 1.84 લાખના દાગીના ચોરી ગયા

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન પાછળના દરવાજામા હાથ નાખી સ્ટોપર ખોલી માલમત્તા લઇ ફરાર

વાવોલમા રહેતો અને ઇલેક્ટ્રીશિયન તરીકે કામગીરી કરતો પરિવાર રાજસ્થાનના અજમેર દરગાહના દર્શન કરવા ગયો હતો ત્યારે બંધ મકાનના પાછળના દરવાજાની સ્ટોપર ખોલી તસ્કરો 1.84 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ ચોરીની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી. મકાનની દિવાલ ઉપર લગાવયેલી તારી ફ્રેન્સિંગ કાપીને ઘરમા પ્રવેશ ર્ક્યો હતો.

મળતી માહિતી મુજબ સમીરખાન યુસુફખાન પઠાણ (રહે, વાવોલ, આગન રેસીડેન્સી, મૂળ રહે, વટવા, અમન સીટી, અમદાવાદ) છુટક ઇલેક્ટ્રીશિયનની કામગીરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે ગત 18 નવેમ્બરના રોજ આખો પરિવાર રાત્રિના 10 વાગ્યાના અરસામા મકાન બંધ કરીને રાજસ્થાનના અજમેરમા આવેલી દરગાહના દર્શન કરવા ગયો હતો અને વાવોલના ઘરે વહેલી સવારે પરત આવ્યા હતા. ત્યારે ચોકીદારે સમીરખાનને કહ્યુ હતુ કે, તમારા ઘરમા પાછળના ભાગે આવેલો દરવાજો ખુલ્લો હતો, બંધ કરવાનુ ભુલી ગયા હતા કે શુ ?

તે સમયે દરવાજો બંધ કરીને ગયો હતો, તેમ કહ્યુ હતુ. પરંતુ દરવાજો ખુલ્લો હોવાનુ કહેવાતા ઘરમાં પ્રવેશતા મુખ્ય દરવાજાનુ લોક ખોલી અંદર પ્રવેશ કરતા બેડરૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેમા રખાયેલો સામાન વેરવિખેર પડ્યો હતો. જ્યારે બે બેગમા રહેલા દાગીનામા ડાયમંડની બંગડી 4, ડાયમંડવાળી અંગુઠી 1, કાનમા પહેરવાની સોનાની બાલી 2, ચૂની, ચાંદીની પાયલ 2, હાથમા પહેરવાની ચાંદીની અંગુઠી 6, કાંડા ઘડીયાળ અને રોકડ 50 હજાર મળી કુલ 1.84 લાખની માલમત્તાની ચોરી કરી ચોર છુમંતર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...