ઉગ્ર લડતનું એલાન:રાજ્યના મ્યુ.કર્મીઓ લડાયક મૂડમાં 18મીથી પાણી પુરવઠો અને સ્ટ્રીટ લાઇટો ખોરવાઈ શકે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની 156 નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ સહિતની વિવિધ માંગણીઓનો ઉકેલ નહીં આવતા આગામી દિવસોમાં વધુ ઉગ્ર લડતનું એલાન કર્યું છે. 18મી પછી આવશ્યક સેવાઓ ખોરવી નાખવા સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

સરકારની ખાત્રીને બે મહિના થવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા શનીવારે પેનડાઉનનો કાર્યક્રમ અપાયો હતો. સોમવારે પણ પેનડાઉન અંતર્ગત તમામ વહીવટી કામગીરી બંધ રાખવામાં આવશે. તે પછી 18મીએ તમામ 156 નગરપાલિકામાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. 19મીએ તમામ શહેરોમાં સ્ટ્રીટ લાઇટનો પુરવઠો બંધ કરાશે. 20મીએ સફાઇની કામગીરી બંધ રખાશે, 21મીથી આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી બંધ કરવાનું એલાન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...