સુવિધા:5 ગામોમાં 32.24 કરોડના ખર્ચે પાણી-ગટરની લાઇન નખાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાપુર, રાંદેસણ, કોબા, રાયસણમાં સુવિધા વધશે

ગાંધીનગર મહાનગરપાલિકાના જૂના વિસ્તારો ગણાતા સેક્ટર્સ સહિતના વિસ્તારમાં 24 કલાક પાણીની લાઇન અને નવી ગટરલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મનપા દ્વારા નવા ભળેલા ગામડાંમાં પણ ધીરેધીરે પાણી-ગટરની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. મનપા દ્વારા વધુ 5 ગામોમાં પાણી અને ગટરનું નેટવર્ક ઊભું કરવા માટે આયોજન કરાયું છે.

મળેલી માહિતી મુજબ મનપા દ્વારા અંબાપુર ગામ ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન અને સુએઝ નેટવર્ક માટે 12.30 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે, જેમાં નેટવર્ક ઊભું કરીને 5 વર્ષ સુધી તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સની જવાબદારી એજન્સીને કરવાની રહેશે. આ તરફ રાંદેસણ વિસ્તારમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને સેવેજ નેટવર્કની કામગીરી કરવામાં આવશે. જે માટે મનપા દ્વારા 2.72 કરોડના ટેન્ડરને મંજૂરી આપેલી છે. જ્યારે નવા કોબા અને જૂના કોબા બંને વિસ્તારમાં પણ આ કામગીરી થશે.

જેમાં જુના કોબામાં પાણી વિતરણના નેટવર્ક અને સેવેજ નેટવર્ક માટે 6.97 કરોડ રૂપિયાના ખર્ચ કરાશે. તો આ તરફ નવા કોબા વિસ્તારમાં આ કામગીરી માટે 4.69 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તો રાયસણ વિસ્તારમાં 5.56 કરોડના ખર્ચે ગટર-પાણીની લાઈનની કામગીરી કરવામાં આવશે. કોર્પોરેશન હસ્તકના પાંચેય વિસ્તારની કામગીરીઓ માટે અલગ-અલગ 5 ટેન્ડર મંજૂર કરવામાં આવેલા છે. જેમાં પાંચેય વિસ્તારમાં કામગીરી માટે મનપા દ્વારા કુલ 32.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...