વેપારીઓ ત્રાહિમામ:સેક્ટર-16ની ટુરીઝમની ઓફિસના ટોઈલેટમાંથી 6 માસથી વહેતું પાણી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-16ની ટુરિઝમની ઓફિસના ટોઈલેટના દુષિત પાણી બહાર રેલાતા લોકોને વેઠવી પડતી હાલાકી. - Divya Bhaskar
સેક્ટર-16ની ટુરિઝમની ઓફિસના ટોઈલેટના દુષિત પાણી બહાર રેલાતા લોકોને વેઠવી પડતી હાલાકી.
  • ગંદું પાણી ભરાઈ રહેતાં ત્રાહિમામ્ પોકારી ગયેલા આસપાસના વેપારીઓ

સેક્ટર-16માં આવેલી ટુરિઝમની ઓફિસના ટોઈલેટમાંથી છેલ્લા છ માસથી પાણી રેલાઈ રહ્યું છે જેના કારણે દુષિત પાણી આંતરિક માર્ગ ઉપર ફેલાતા આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યો છે. ટુરિઝમની સેક્ટર-16 ખાતેની ઓફિસમાંથી છ માસથી ટોઈલેટમાંથી નિકળતા ગટરના પાણીની સફાઇ કરાઈ નથી. ટોયલેટનું પાણી સતત બહાર નીકળતા આંતરિક માર્ગ ઉપર દુષિત પાણીના તળાવો રચાતા તેની સફાઇ થાય તેવી ચર્ચા વેપારીઓ અને કર્મચારીઓમાં થતી હતી.

આથી દુષિત પાણીની દુર્ગંધથી આસપાસમાં આવેલા નાના મોટા વેપારીઓ તેમજ ઓફિસના કર્મચારીઓ સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે છ માસથી આવી સ્થિતિ હોવા છતાં સફાઇના મામલે ઉદાસીનતા રખાતી હોય તેમ લાગી રહ્યું છે. જોકે ટુરિઝમની ઓફિસમાં કર્મચારીઓ આવે છે કે નહી તે અંગે પુછતા આસપાસના વેપારીઓએ જણાવ્યું છે કે ધ્યાનમાં આવ્યું નથી. જોકે હવે કહેવાતા સ્વચ્છ શહેરના સેક્ટર-16ની આ ગંદકી દુર થાય તેવી આશા વેપારીઓ અને કર્મચારીઓ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...