તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Water ATM Machines Placed In Gandhinagar Have Been Like Decorative Knots For A Year And A Half, The Corporation Has Seized The Contractor's Deposit Of Rs 20 Lakh.

પ્રોજેક્ટ ફેલ:ગાંધીનગરમાં મૂકવામાં આવેલા વોટર ATM મશીનો દોઢ વર્ષથી શોભાના ગાંઠીયા સમાન, કોર્પોરેશને કોન્ટ્રાક્ટરની 20 લાખની ડિપોઝીટ સીઝ કરી નાખી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30થી વધુ વોટર ATM મશીનનું કોઈ કારણોસર બાળ મરણ થઈ ગયું
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરજનોને પાણી પીવા માટે ફાંફા

ગાંધીનગરને સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડવાના આશયે ઠેર ઠેર મૂકવામાં આવેલા 30 જેટલા વોટર ATM મશીનો છેલ્લા દોઢેક વર્ષથી ધૂળ ખાઈ રહ્યા હોવાથી સમગ્ર પ્રોજેક્ટ ફેલ ગયો છે. ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર ATMની દુવિધા ઊભી કરનાર કોન્ટ્રાકટરની 20 લાખની ડિપોઝીટ સીઝ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં છતાં સુવિધા એ નગરજનોને પાણી પીવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે.

નગરજનોને જાહેર જગ્યા એ પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર ATMની યોજના કોર્પોરેશન દ્વારા તરતી મૂકવામાં આવી હતી. જે અન્વયે પ્રાઇવેટ એજન્સી આર્ક ઇન્ફોસોફ્ટ સાથે મળીને પ્રોજેકટ ની શરૂઆત કરીને ઠેર ઠેર સ્માર્ટ વોટર એટીએમ મશીનો પણ મૂકી દેવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેશન દ્વારા માત્ર જગ્યા ફાળવી આપવામાં આવી હતી અને કોન્ટ્રાકટર પાસેથી 20 લાખની ડિપોઝીટ પણ લેવામાં આવી હતી.

બીજી તરફ વોટર ATM મશીન જોઈને નગરજનો પણ નવાઈમાં મુકાઈ ગયા હતા. કોઈ ન નાખતાં જ મશીનમાંથી પાણી મળી રહેવાની જાહેરાતો પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં કોઈ કારણોસર સ્માર્ટ સીટીનાં પ્રોજેકટનું કોઈ કારણોસર બાળ મરણ થઈ ગયું હતું. કોર્પોરેશન સૂત્રોના જણાવ્યા અનુસાર નગરજનોને શુદ્ધ પીવાનું પાણી જાહેર જગ્યા પરથી મળી રહે તે માટે 30થી વધુ વોટર ATM મશીન મૂકવામાં આવ્યા હતા.

આર્ક ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ એજન્સીએ કોર્પોરેશન સાથે મળી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ તેમાં કોર્પોરેશનના એક પણ રૂપિયાનું યોગદાન ન હતું. જેથી પ્રાઇવેટ એજન્સી એકલી આ પ્રોજેક્ટ ચલાવી શકી નહીં જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં જ મશીનો પડી રહ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નક્કી કરાયેલી શરતો મુજબ પ્રાઇવેટ એજન્સીએ આપેલી 20 લાખની ડિપોઝિટ કોર્પોરેશન દ્વારા સિઝ કરી લેવામાં આવી છે. ત્યારે કોરોના કાળ પણ ચાલતો હોવાથી આ પ્રોજેકટને કાર્યરત કરવાની દીધાની કોઈ ફળદાયી કામગીરી થઈ શકી નથી. જેના પગલે હાલમાં તો વોટર ATM મશીનોનો ઉપયોગ શ્રમજીવી લોકો પોતાનો સામાન મૂકવા માટે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...