વિશ્લેષણ:ગાંધીનગરને 4 મૅયર આપનારા વોર્ડ નં-5માં સૌથી ઓછું 42 ટકા મતદાન

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશનની ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ દેખાયો

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કરતાં ગ્રામ્ય વિસ્તારો ધરાવતા વોર્ડમાં મતદારોનો ઉત્સાહ વધુ દેખાયો હતો. વાવોલ ગામ અને ટીપી-26 વિસ્તાર, કોલવડાનો વિસ્તાર ધરાવતા વોર્ડ નંબર-7માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. જે બાદ રાંધેજા, સે-25,26ના વિસ્તાર ધરાવતા વોર્ડ નં-1માં 66 ટકા મતદાન નોંધાયું છે. આ તરફ પેથાપુર,જીઈબી કોલોની, આદિવાડા,ચરેડી વિસ્તાર ધરાવતા વોર્ડ નં-2માં 64 ટકા મતદાન નોંધાયું હતું.

ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ સહિતના ગ્રામ્ય વિસ્તાર ધરાતું વોર્ડ નં-11માં તથા પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સેક્ટર-20નો કેટલોક ભાગ, બોરીજના વિસ્તાર ધરાવતા વોર્ડ નં-4 બંનેમાં 61-61 ટકા મતદાન નોંધાયું છે. વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સેક્ટર-4, સેક્ટર-5, સરગાસણ ગામ, પોર, અંબાપુરના વિસ્તારવાળ વોર્ડ નં-8માં 55 ટકા જ્યારે સેક્ટર-24, 27 અને 28 વાળા વોર્ડ નં-3માં 54 ટકા મતદાન નોંધાયું છે.

આ તરફ કુડાસણ, સે-2, 3, સેક્ટર-3 ન્યૂ, ટીપી-4 અને ટીપી-6નો ધોળાકુવાના વિસ્તાર વાળા વોર્ડ નં-9માં 52 ટકા તથા સેક્ટર-1, 6, 7,8, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-10માં 53 ટકા મતદાન થયું છે. મનપાના જૂના વિસ્તાર એવા સેક્ટર-11,12,13, 14, 15, 16, 17, વાવોલના કુબેરનગર અને તળાવ આસપાસનો વિસ્તાર, ગોકુલપુરા જેવા વિસ્તારો વાળા વોર્ડ નં-6માં 49 ટકા મતદાન થયું છે.

ગાંધીનગર કોર્પોરેશનને 4 મેયર આપનાર વિસ્તાર એવા વોર્ડ નં-5માં સૌથી ઓછું મતદાન થયું છે. સેક્ટર-9,10, 18, 19, 21, 22, 23, 30નો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-5માં 42 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે. જેને પગલે સ્થાનિક ઉમેદવારોના સમર્થનમાં અને કેટલીકવાર ઉમેદવારોના પ્રયત્નોથી વધુ લોકો મતદાન સાથે જોડાતા હોય છે. જેને પગલે મનપામાં ગ્રામ્ય વિસ્તારો ધરાવતા વોર્ડમાં વધુ મતદાન થયું છે.

વોર્ડવાઈઝ મતદાન
વોર્ડપુરુષમહિલાકુલ મતદારટકા
1670557061241166
2802365921461564
3614952591140854
4909975771667661
550744146920042
6667356611233449
7785167271457867
8928774821676955
9922380291725252
10857372631583653
11936780861745361
કુલ860247250815853256

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...