નવીપોસ્ટ ઓફિસ શરૂ કરવા માગ:ગાંધીનગર સેક્ટર-6માં પોસ્ટ ઓફિસ બંધ ન કરી નવું મકાન ફાળવવા માગ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-3 ન્યૂમાં નવી પોસ્ટ ઓફિસ શરૂ કરવાની માગ ઊઠી

સેક્ટર-6 ખાતે આવેલી પોસ્ટ ઓફિસ બંધ ન થાય તે માટે વસાહત મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. સેક્ટર-6 વસાહત મંડળના પ્રમુખ ચંદ્રકાંત સોની દ્વારા અંગે હેડ પોસ્ટ ઓફિસના જનરલ મેનેજરને રજૂઆત કરી છે. જેમાં લખાયું છે કે સેક્ટર-6 ખાતે છેલ્લા 20 વર્ષથી પોસ્ટ ઓફીસ ચાલે છે. જેમાં સેક્ટર-6 ઉપરાંત સેક્ટર, 3,4,5 ના નાગરિકો પણ આવતા હોય છે.

નવું મકાન બાંધવા માટે રજૂઆત
​​​​​​​સરકારી મકાનમાં ચાલતી પોસ્ટ ઓફિસ મકાનના રિનોવેશન માટે ખાલી કરાવાય તેમ છે. ત્યારે પોસ્ટ ઓફીસ માટે સેક્ટર-6 ખાતે કોઈ નવું સરકારી મકાન ફાળવવા અથવા કામચલાઉ રીતે ખાનગી મકાનમાં ચાલુ રાખવા માટે માંગ કરાઈ છે. સેક્ટર-6 ખાતે પોસ્ટ ઓફીસ માટે સંત રોહીદાસ મંદિરની આસપાસ જમીન ફાળવણી કરાયેલા છે. ત્યારે અહીં પોસ્ટ ઓફીસનું નવું મકાન બાંધવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

પોસ્ટ ઓફીસ પર આધાર
બીજી તરફ સેક્ટર-3 ન્યૂ ખાતે નવી પોસ્ટ ઓફીસ બનાવવા માટે માંગ ઉઠી છે. સેક્ટર-3 ન્યૂ વસાહત મંડળના પ્રમુખ જયેશભાઈ આગજાએ જણાવ્યું હતું કે, સેક્ટર-3 ખાતે એ, બી, સી, ડી અને ૩ ન્યૂ સેક્ટર બનેલા છે. એટલે વસ્તી પ્રમાણે પણ મોટું સેક્ટર ગણી શકાય. ત્યારે પોસ્ટની કામગીરી માટે અહીંના નાગરિકોને સેક્ટર-6 અને સેક્ટર-7 પોસ્ટ ઓફીસ પર આધાર રાખવો પડે છે. જેને પગલે સિનિયર સિટિઝનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે સેક્ટર-૩ ન્યુ ખાતે પોસ્ટ ઓફીસ ઓફીસ બને તે જરૂરી છે. અહીં નજીકમાં આરટીઓ કચેરી અને ઈન્ફોસિટી હબ હોવાને પગલે પણ પોસ્ટ ઓફીસ બને તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...