• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Waghan Said, 'Congress Is Worried About Shahzad From Shahzad', Then Jagdish Thakor Spoke It Is Childish To Talk About His Son Who Was Caught Stealing In Exams!

રાજકારણ ગરમાયું:વાઘાણીએ કહ્યું, ‘કોંગ્રેસને શહેઝાદા અને શહેજાદની ચિંતા,’ પુત્ર પરીક્ષામાં ચોરી કરતો પકડાયો એ વાત કરે એ કેવી બાલિશતા!: જગદીશ ઠાકોર

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમણે જિતુ વાઘાણી અને ડાબે જગદીશ ઠાકોર - ફાઇલ તસવીર. - Divya Bhaskar
જમણે જિતુ વાઘાણી અને ડાબે જગદીશ ઠાકોર - ફાઇલ તસવીર.

અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાની વરણી મામલે કોંગ્રેસમાં થયેલા ગજગ્રાહને લઇને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેહરુ-ગાંધીના સમયથી તેમના શહેઝાદાથી લઇને અમદાવાદના શહેજાદ પઠાણ સુધીના લોકોની ચિંતા કરે છે, લોકોના હિતની ચિંતા કરતી નથી. જે વ્યક્તિ સીએએના કાયદા વિરુદ્ધના આંદોલનનો આરોપી હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને વિપક્ષ નેતા બનાવીને કોંગ્રેસ સાબિત કરે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે જેમનો દીકરો પેપરમાં ચોરી કરતો પકડાયો એ આવી વાતો કરે તે બાલિશતા લાગે છે. અમારા કાર્યકરો પર જે કેસો થયા એ ભાજપની કિન્નાખોરીને કારણે થયાં છે. કોંગ્રેસ પર ખામ નો આરોપ પ્રથમવાર નથી લાગ્યો, ભાજપ કોમ-કોમ અને ધર્મ વચ્ચે વિભાજનની રાજનીતિ કરે છે

અન્ય સમાચારો પણ છે...