• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Voters Will Be Directly Contacted By Holding Various Programs In Gandhinagar Till June 15, Completing 8 Years Of Service, Good Governance And Welfare Of The Prime Minister's Government.

વિવિધ કાર્યક્રમો યોજાશે:વડાપ્રધાનની સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 8 વર્ષ પૂર્ણ, ગાંધીનગરમાં 15 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજી મતદારોનો સીધો સંપર્ક કરાશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • દરેક વોર્ડના એક કોર્પોરેટર 75 વૃક્ષનું વાવેતર કરી વટવૃક્ષ બને ત્યાં સુધી ઉછેર કરવા પણ આહવાન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 8 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં આગામી 15મી જૂન સુધી ગાંધીનગર જિલ્લા - શહેર ભાજપા દ્વારા આગામી વિવિધ કાર્યક્રમો યોજીને ઘરે ઘરે સરકારની યોજના - સિદ્ધિઓ પહોંચાડવામાં આવશે. આગામી વિધાનસભા સભાની ચૂંટણીને લઈ ખાટલા બેઠક, ડોકટર સેલ, વિવિધ મોરચા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો પણ યોજવામાં આવશે.

આજે ગાંધીનગર મહાનગરના કાર્યાલય ભૈરવનાથ પાર્ટી પ્લોટ રાયસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 8 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગર ભાજપાના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ અને મહાનગર ભાજપ અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના બન્ને પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના દ્રઢ નિર્ધાર અને પ્રમાણિક પ્રયાસોના પરિણામે આજે ગ્રામીણ, શહેરી, મહિલાઓ, વંચિતો, ખેડૂતો, યુવાનો અને સમાજના દરેક વર્ગના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની મજબૂત અને નિર્ણાયક ભાજપા સરકારના કારણે "આત્મ નિર્ભર ભારત" સમગ્ર વિશ્વમાં એક આગવા અને અસરકારક બળ તરીકે ઉભરી રહ્યું છે.

છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિ અને લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહના પરિણામે જ "આત્મનિર્ભર ભારત" "વોકલ ફોર લોકલ", "સ્વચ્છ ભારત અભિયાન" "હર-ઘર શૌચાલય" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાન જન આંદોલન બની ચૂક્યા છે.

શહેર ભાજપા અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટે હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિના કારણે 2014 પહેલા કોઈપણ બિઝનેસ શરૂ કરવા 35 દિવસ લાગતા હતા. પરંતુ આજે માત્ર 18 દિવસોમાં બિઝનેસ શરૂ કરી શકાય છે. છેલ્લા 8 વર્ષમાં જનધન યોજના અન્વયે ખોલી આપેલા ખાતાઓના કારણે લાભાર્થીઓને તેમની સહાય કોઈપણ વચેટિયા વિના સીધે સીધી મળી રહી છે.

આ આઠ વર્ષમાં 9 કરોડ ગેસ કનેક્શન, 25 કરોડ જનધન ખાતા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા માં 80 ટકા સહાય મહિલાઓને, મુદ્રા યોજનામાં 68 ટકા લોન મહિલાઓને આપીને મહિલાઓના સશકિતકરણની દિશામાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે.વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા પ્રણાલી ' આયુષ્યમાન ભારત 'ના માધ્યમથી ગરીબ લોકોને ગંભીર બીમારીની સારવાર પણ ખૂબ જ સરળ બની છે, સંજીવની સાબિત થઈ રહી છે. વધુમાં ભટ્ટે આગામી કાર્યક્રમો અંગે છણાવટ કરતા કહ્યું કે, પ્રદેશ ભાજપાની યોજના મુજબ 75 કલાક દરેક કાર્યકર્તા સંપર્ક, તા. 1 થી 15 જૂન દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા દરેક જિલ્લામાં જાહેર સભા સંબોધન, 5 જૂનના રોજ પર્યાવરણ દિનની ઉજવણી, 6 જૂનના રોજ મહિલા મોરચા દ્વારા પ્રત્યેક સ્વ સહાય જૂથ અને મહિલાઓનો સંપર્ક, 7 જૂનના રોજ અનું. જાતિ મોરચા દ્વારા યુવાઓની મીટીંગ, 8 જૂનના રોજ અનુ. જન જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક ખાટલા બેઠકો, 9 જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક - ખાટલા બેઠક, 10 જૂનના રોજ ભાજપાના વિવિધ સેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો, 11 જૂનના રોજ ગરીબોનો સંપર્ક, 12 જૂનના રોજ લાભાર્થી અને નવા મતદારોનો સંપર્ક, 13 જૂનના રોજ ભાજપા ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ, 14 જૂનના રોજ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ઉપક્રમે દરેક જિલ્લામાં રેલી અને 15 જૂનના રોજ બાકી રહેતા જિલ્લાઓમાં સભાઓનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને સરકારની યોજનાઓ - સિદ્ધિઓ ઉક્ત કાર્યક્રમો થકી ઘર ઘર સુધી પહોચાડી મતદારો સાથે સીધો જ સંપર્ક કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...