તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • After The Voters, Now The Aam Aadmi Party Also Demanded Postponement Of Gandhinagar Municipal Corporation Elections, A Proposal To Postpone It For 3 Months.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

... હજી પણ ચૂંટણી જ મહત્ત્વની છે!?:કોંગ્રેસ અને AAPએ મહાનગરપાલિકાની ચંૂટણી રદ કરવા પંચને રજૂઆત કરી છે, ગાંધીનગરના રહીશોમાં ભારોભાર રોષ છે

ગાંધીનગર3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આમ આદમી પાર્ટીએ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી
 • ગાંધીનગરમાં નવા 67 કેસ, 14 લોકોના મોત
 • જિલ્લામાં કોરોનાના કુલ 83 કેસ, 20 દર્દીએ જીવ ગુમાવ્યો, 54 કોરોનામુક્ત

જિલ્લાની 83 વ્યક્તિઓ કોરોનામાં સપડાતા માત્ર 24 કલાકમાં આટલા બધા કેસ પ્રથમ વખત નોધાયા છે. આથી જિલ્લાના કોરોનાના કેસનો આંકડો 9443એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા 25 દર્દીઓના ગત બુધવારે મોત બાદ સતત બીજા દિવસ ગુરૂવારે વધુ 20 દર્દીઓના મોતથી કોરોનાનું ખતરનાક સ્વરૂપ સામે આવી રહ્યું છે.

સારવાર દરમિયાન મોત થનાર દર્દીઓમાં 63 વર્ષથી 83 વર્ષના 14 વૃદ્ધોમાં, ત્રણ આધેડ, 3 યુવાન દર્દીઓ છે. જોકે દર્દીઓના સાજા મોતનું સાચુ કારણ આરોગ્ય તંત્રના ડેથ ઓડિટ બાદ જ બહાર આવશે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 749 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. કોરોનાને હરાવવામાં ગુરૂવારે 54 દર્દીઓ સફળ થતાં કુલ આંકડો 8108એ પહોંચ્યો છે. મનપા વિસ્તારમાં ચુંટણીનો પ્રચારની સાથે સાથે કોરોનાના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગુરૂવારે મનપા વિસ્તારમાં કુલ 67 કેસ તથા સારવાર દરમિયાન 13 દર્દીઓના મોત નિપજ્યા છે.

જે ચુંટણી પછી ડેન્જર ચહેરો કોરોનાનો સામે આવવાની શક્યતા રહેલી છે. સંક્રમિતોમાં શિક્ષક, વેપારી, કુક, સિક્યુરીટી જવાન, ડ્રાઇવર, ક્લાર્ક, સેક્શન ઓફિસર, ટેઇલર, ખેડુત, વિદ્યાર્થી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે.

જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 16 કેસ : તાલુકામાંથી પુંધરાસણની 55 વર્ષીય ગૃહિણી, ડભોડાની 55 વર્ષીય ગૃહિણી, ધણપના 60 વર્ષીય વૃદ્ધ, મોટા ચિલોડાની 20 વર્ષીય વિદ્યાર્થીની, મીલીટ્રી સ્ટેશનના 28 વર્ષીય જવાન, શેરથાના 41 વર્ષીય વેપારી, મગોડીના 52 વર્ષીય ખેડુત, વલાદના 64 વર્ષીય ખેડુત કોરોનાગ્રસ્ત થયા છે.જિલ્લા કોર્ટમાં કુલ 180 ટેસ્ટમાંથી: ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા જિલ્લા કોર્ટમાં કોરોના ટેસ્ટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં કુલ 180 રેપિડ ટેસ્ટ કરાતા વકિલો સહિત કુલ 7 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મનપામાં મહિલા સેક્શન ઓફિસરને કોરોના
મનપા વિસ્તારમાંથી વાવોલનો 33 વર્ષીય યુવાન, કોલવડામાંથી 30 વર્ષીય યુવાન, 54 વર્ષીય વેપારી, રાંધેજાનો 26 વર્ષીય યુવાન, કુડાસણમાંથી 35 વર્ષીય યુવાન, 21 વર્ષીય વિદ્યાર્થીની, 59 વર્ષીય આધેડ, પેથાપુરમાંથી 7 વર્ષીય અને 9 વર્ષીય બે વિદ્યાર્થી, 42 વર્ષીય યુવાન, પોરનો 21 વર્ષીય યુવાન, સરગાસણમાંથી 31 વર્ષીય અને 34 વર્ષીય યુવાન, 15 વર્ષીય વિદ્યાર્થીની, 57 વર્ષીય આધેડ, 34 વર્ષીય એનઆરઆઇ, 41 વર્ષીય યુવાન, 47 વર્ષીય અને 32 વર્ષીય બે વેપારી, 35 વર્ષીય અને 33 વર્ષીય બે યુવાનો, સેક્ટર-14માંથી 56 વર્ષીય અને 54 વર્ષીય આધેડ, સેક્ટર-25માંથી 33 વર્ષીય, 61 વર્ષીય ગૃહિણી, સેક્ટર-28માંથી 58 વર્ષીય ગૃહિણી, 59 વર્ષીય આધેડ, 45 વર્ષીય ગૃહિણી, આદિવાડાના 62 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-23માંથી 62 વર્ષીય અને 48 વર્ષીય બે ગૃહિણી, 92 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-7માંથી 70 વર્ષીય, 66 વર્ષીય બે મહિલાઓ, 57 વર્ષીય મહિલા સેક્શન ઓફિસર, 45 વર્ષીય ગૃહિણી, 70 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26નો 29 વર્ષીય યુવાન, સેક્ટર-5માંથી 33 વર્ષીય ગૃહિણી, 67 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-21માંથી 60 વર્ષીય કૂક, 51 વર્ષીય આધેડ, 40 વર્ષીય ગૃહિણી, 62 વર્ષીય વૃદ્ધ, 36 વર્ષીય મહિલા ક્લાર્ક,ના સેક્ટર-3માંથી વૃદ્ધ, શિક્ષક, ક્લાર્ક, વૃદ્ધ, સેક્ટર-8માંથી 3 ગૃહિણીઓ વૃદ્ધ, સેક્ટર-20ના સિક્યુરીટી જવાન, ગૃહિણી, સેક્ટર-19ની ગૃહિણી, બોરીજના ડ્રાઇવર, સેક્ટર-30ની ગૃહિણી, સેક્ટર-16ની ગૃહિણી, સેક્ટર-27માંથી ગૃહિણી, ટેઇલર, યુવાન, આધેડ કોરોનામાં સપડાયા છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો