તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વકર્મા સેવા સમાજ સેક્ટર-12 ગાંધીનગર ખાતે મહાસુદ તેરસના દિવસે 24-25 ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા ભગવાન તેમજ રાંદલ માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને પગલે સમગ્ર સમારોહ સાદગીપૂર્વક રીતે યોજવામાં આવશે.
આ દિવસે વિશ્વકર્મા ભવન ખાતે માત્ર મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દર્શનનો સૌ જ્ઞાતિજનો લાભ લેવા જાહેર નિમંત્રણ અપાયું છે. કોરોના મહામારીના કારણે સાંજના સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ નથી. મંદિર ખાતે દર અમાસે કથાનું આયોજન થતું હતું તે કોરોનાના કારણે બંધ હતું તે હવે આગામી અમાસથી ચાલુ કરવાનું આયોજન કરાયું છે.
આ પાટોત્સવ માટે રસ ધરાવતા જ્ઞાતિજનોએ કથાના યજમાન માટેની નોંધણી કાર્યાલયમાં કરાવવા વિનંતી કરાઈ છે. કથા માટે તથા કાર્યક્રમના આયોજન માટે યથાશક્તિ દાન આપી સહભાગી થવા પણ અનુરોધ કરાયો છે.આ પાટોત્સવ માટે હાલમાં સમાજના અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.