તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ગાંધીનગર મેડિકલ કોલેજના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફના ઉગ્ર દેખાવો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
GMERS તબિબો અને નર્સિંગ સ્ટાફે કાળાં કપડાં પહેરી વિરોધ કર્યો. - Divya Bhaskar
GMERS તબિબો અને નર્સિંગ સ્ટાફે કાળાં કપડાં પહેરી વિરોધ કર્યો.
  • પડતર પ્રશ્નો હલ નહીં થતાં કાળાં વસ્ત્રો પહેરીને રોષ દાખવ્યો
  • પડતર પ્રશ્નો નહી ઉકેલાય તો આજથી કામગીરીથી અળગા રહેવા તંત્રને ચીમકી : 1 દાયકાથી ફરજ બજાવતા તબીબો અને નર્સિંગ સ્ટાફને અન્યાય

છેલ્લા એક દાયકાથી ફરજ બજાવતા તબિબો અને નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. આથી સોમવારે કાળા વસ્ત્રો પહેરીને વિરોધ વ્યક્ત કરીને સૂત્રોચાર કર્યા હતા. જો જીએમઇઆરએસ સોસાયટી દ્વારા પ્રશ્નો નહી ઉકેલાય તો તબીબો અને નર્સિંગ સ્ટાફ તારીખ 11મી, મંગળવારથી કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોનાના તબીબી શિક્ષકો અને નર્સિંગ સ્ટાફનેે સાતમાં પગારપંચ સહિતના લાભોથી વંચિત રખાતા સોમવારે તબિબો અને નર્સિંગ સ્ટાફે બ્લેક કપડાં પહેરીને સૂત્રોચાર કર્યા હતા.

પડતર પ્રશ્નોમાં નર્સિંગ સ્ટાફને સી.પી.એફ., ઉચ્ચત્તર પગાર ધોરણ, તબીબી , વાહન વ્યવહાર ભથ્થુ, બઢતી, તેમજ ફરજ દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓને નાણાંકિય સહાય, સાતમા પગાર પંચનો લાભ 1લી, જાન્યુઆરી-2016થી લાગુ કરવાની માંગણીઓ માટે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...