તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ગાંધીનગરના ખોરજ ગામમાં કોરોનાનો વિસ્ફોટ, 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ, ચૂંટણી પ્રચારનો ગ્રામજનો દ્વારા વિરોધ

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બન્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરનાં ખોરજ ગામ માં 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો મળી રહ્યા છે ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બનતા ગામમાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને કુલ 79 કોરોના કેસો મળી આવ્યા છે.

ચૂંટણી પ્રચારનો ગ્રામજનો દ્વારા વિરોધ
ચૂંટણી પ્રચારનો ગ્રામજનો દ્વારા વિરોધ

ગાંધીનગરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને 79 કોરોનાના કેસો સામે આવ્યા છે. જેમાં 25 લોકોના મૃત્યુ નિપજતા મૃત્યુઆંક 700થી ઉપર સુધી પહોંચી જવા પામ્યો છે .ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ ખોરજ ગામ માં કોરોનાનો વિસ્ફોટ થયો છે.આ અંગે ગામના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ખોરજ ગ્રામ્ય વિસ્તારમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં ૧૨૫ જેટલા લોકો કોરોના પોઝિટિવ આવી ગયા છે ઘેર ઘેર કોરોનાએ દસ્તક દઈ દીધી છે. ખોરજ ગામમાં ધીમે ધીમે સંક્રમણ પરાકાષ્ટાએ પહોંચી ગયું છે એક પછી એક તબક્કાવાર 200 જેટલા લોકો હાલમાં કોરોનાનો શિકાર બની ચુક્યા છે જેના કારણે બજારો આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ ખોરજ ગામ માં કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ખોરજ ગામમાં ધીમે ધીમે સંક્રમણ પરાકાષ્ટાએ પહોંચી ગયું
ખોરજ ગામમાં ધીમે ધીમે સંક્રમણ પરાકાષ્ટાએ પહોંચી ગયું

ખોરજ ગામમાં સતત વધી રહેલા સંક્રમણના પગલે ગામમાં સન્નાટો છવાઇ ગયો છે ગ્રામજનોએ સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું નહિવત કરી દીધું છે ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર કરવો હોય તો માત્ર ઉમેદવાર એકલો જ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળી શકશે બાકી ટોળા લઈને આવી પહોંચતા ઉમેદવારો ઉપર પાબંધી લગાવીને વિરોધ નોંધ હવામાન આવી રહ્યો છે એક તરફ હોસ્પિટલોમાં બેડ નથી ત્યારે ચૂંટણી યોજીને લોકોના જીવ પર જોખમ ન કરવું જોઈએ તેમ વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો