તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:ગાંધીનગરના ઘ-5 પાસેથી 14 વર્ષીય કિશોરીનું દુષ્ક્રર્મના ઈરાદે અપહરણ કરી વિજાપુરનો યુવાન ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલા એક કિશોરના અપહરણની પણ ફરિયાદ નોંધાઈ હતી

ગાંધીનગર ઘ 5 ખાણીપીણી બજાર પાસે છાપરા માં રહેતી 14 વર્ષીય કિશોરીને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઈરાદે અત્રેની આમલેટ ની લારી પર કામ કરનાર વિજાપુરનો યુવાન અપહરણ કરીને નાસી જતાં સેકટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ પણ આજ વિસ્તારમાંથી સગીર કિશોર ગુમ થઈ થતાં અપહરણની ફરિયાદ નોંધાવવા પામી છે.

ગાંધીનગર પાણી બજાર પાસે છાપરામાં રહેતા શ્રમજીવી દંપતીને સંતાનમાં ત્રણ દીકરા અને એક દિકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 14 વર્ષની છે. મજૂરી કરીને પેટીયુ રળવા દંપતી નીકળે ત્યારે ઘ 5 ખાણીપીણી બજાર માં આવે આર.કે આમલેટની લારી ઉપર નોકરી કરતો અજય ચૌહાણ(રહે. રામપુર, વિજાપુર) કિશોરીને જોઈને ઈશારા કરતો રહેતો હતો.

આજથી આઠેક દિવસ અગાઉ અજય કિશોરીને ઈશારો કરતો હતો તે વખતે કિશોરીની માતા તેની હરકત જોઇ ગઇ હતી. આથી તેઓએ આમલેટની લારી ના માલિક પરેશને અજય બાબતની ફરિયાદ કરી હતી જેના પગલે પરેશે અજય નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ગત તા. 30 મી જુનના રોજ રાત્રીના સમયે પરિવાર જમી પરવારી સૂઈ ગયો હતો.

તે વખતે મધરાત્રે કિશોરી અચાનક ગાયબ થઈ ગઈ હતી. જેથી પરિવારે આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ આદરી હતી પણ કિશોરી નો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે આમલેટ ની લારીવાળા પરેશ પાસેથી સરનામું મેળવીને કિશોરી નાં પિતાએ અજય ચૌહાણના ગામમાં તપાસ કરી હતી. જ્યાં માલુમ પડેલું કે અજય કોઈ છોકરીને લઈને તેના મામા ના ઘરે સરદારપૂર ગયો છે.

બાદમાં કિશોરીની ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. પરતું ત્યાંથી પણ અજય કિશોરીને લઈને નીકળી ગયો હતો. આખરે કિશોરીની માતાએ ફરિયાદ આપતાં સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ પણ 12 વર્ષનો કિશોર આજ વિસ્તારમાંથી ગુમ થઈ જતાં અત્રેના પોલીસ મથકમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...