તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખે 7 લાખમાં ટિકિટ વેંચી હોવાનો વીડિયો વાઈરલ થતાં હડકંપ

ગાંધીનગર10 દિવસ પહેલા
કોંગ્રેસના કનુ ચૌધરીનો વાઈરલ થયેલો વીડિયો, જેના પરિણામે જિલ્લા-શહેર કોંગ્રેસ છાવણીમાં હડકંપ મચી જવા પામ્યો
 • કનુભાઈ 1983થી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યા છે
 • જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પોતાનું પ્રભુત્વ વધારવા કડજોદરા બેઠક પર ઉમેદવારી નોંધાવી

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાનું પ્રભુત્વ વધારવા કડજોદરાની સીટ પર ઉમેદવારી નોંધાવી ચુંટણી જંગમાં ઝંપલાવી દીધો છે. દહેગામની સીટોમાં પૈસાની લેતીદેતી કરી સાત લાખમાં ટિકિટ વેચી દીધી હોવાનો વાસણા ચૌધરી ગામના કનુ ચૌધરી (પટેલ)નો વીડિયો વાઈરલ થતાં કોંગ્રેસ છાવણીમાં હડકંપ મચી જવા પામ્યો છે.

કનુભાઈનો વીડિયો વાઈરલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતાં જ સ્થાનિક નેતાઓનાં વીડિયો વાઈરલ થતાં હોવાની વાત કોઈ જૂની નથી. આવો જ એક વીડિયો ગાંધીનગર જિલ્લાનાં દહેગામનાં વાસણા ચૌધરી ગામનાં રહેવાસી અને કોંગ્રેસના કનુ ચૌધરીનો વાઈરલ થયો છે. જેના પરિણામે જિલ્લા-શહેર કોંગ્રેસ છાવણીમાં હડકંપ મચી જવા પામ્યો છે. વાઈરલ થયેલા વીડિયો મુજબ કનુભાઈ જણાવી રહ્યા છે કે, તેઓ 1983થી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરે છે. 2010 થી 2020 સુધી મહિલા સીટ હોવાથી તેમણે પોતાની પત્નીને કોંગ્રેસમાંથી ચુંટણી લડાવી હતી અને જેમાં તેઓ બે વખત વિજયી બન્યા હતા. જેથી 2021ની ચુંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ પાસે ટિકિટ માંગી હતી.

સૂર્યસિંહ ડાભીએ કડજોદરા બેઠક પર ઉમેદવારી નોંધાવીઃ કનુ ચૌધરી
વધુમાં કનુ ચૌધરીએ કહ્યું હતું કે, પ્રદેશ સમિતિ ગાંધીનગરના નેતાઓએ મારી તરફેણ કરીને પ્રદેશની યાદીમાં નામ પણ મોકલી આપેલું અને મેન્ડેટ પણ મારાં નામનું હતું. છતાં પણ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પોતાનું પ્રભુત્વ વધારવા કડજોદરા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. તેમણે 3 વાગ્યા સુધી મેન્ડેટ રજૂ કરવાની છેલ્લી તારીખે 2 વાગ્યા સુધી ઉમેદવારો નું મેન્ડેટ મળી જશે તેવી રજૂઆત પ્રાંત અધિકારીને કરી હતી.

બાદમાં દહેગામમાં આવતી 7 જિલ્લા પંચાયતની બેઠકોના મેન્ડેટ લઈ 2 વાગે પહોંચી ગયેલા અને ગાડીમાં બેસી 6 મેન્ડેટમાં પૈસાની લેતી દેતી કરી સાતમાં મેન્ડેટમાં 7 લાખ લઈ કનુભાઈનું મેન્ડેટ બદલી નાંખી બીજાને ટિકિટ વેંચી દીધી હતી. જેની રજૂઆત ગાંધીનગર પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નેતાઓ, દહેગામના સ્થાનિક નેતાઓને કરીશું. આ રીતે કોંગ્રેસનું ધોવાણ થશે અને કનુભાઈનાં નહીં લડવાથી દહેગામની 4 સીટોને નુકશાન થશે. કોંગ્રેસ પ્રદેશ સમિતિએ સુર્યસિંહ ડાભીને સસ્પેન્ડ કરી પાર્ટીમાં રાખવો જોઈએ નહીં.

સૂર્યસિંહ ડાભીની ફાઈલ તસવીર ગાંધીનગર કોંગ્રેસ સમિતિ પ્રમુખ
સૂર્યસિંહ ડાભીની ફાઈલ તસવીર ગાંધીનગર કોંગ્રેસ સમિતિ પ્રમુખ

આક્ષેપ સાબિત થશે તો કોંગ્રેસ પદેથી રાજીનામું આપીશ: સૂર્ય સિંહ ડાભી
ગાંધીનગર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સૂર્યસિંહ ડાભી દિવ્ય ભાસ્કર ડિઝીટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તદન ખોટી વાત છે. કનુભાઈ ને ટિકિટ નથી મળી એટલે આક્ષેપ કર્યો છે. છેલ્લી ઘડીએ આક્ષેપ કર્યો છે. ટિકિટનોં નિર્ણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લેતી હોય છે. જિલ્લા કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી નિર્ણય હાઈ કમાન્ડ પાર્લામેન્ટરી બોર્ડનો છે. કનુભાઈએ કરેલ આક્ષેપ પુરવાર થશે તો હું ગાંધીનગર કોંગ્રેસ સમિતિ પદેથી રાજીનામું આપી દઈશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો