ચૂંટણીની તૈયારી:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોંગ્રેસ પહેલી યાદી 15 સપ્ટેમ્બર આસપાસ જાહેર કરી શકે છે
  • જોકે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ચૂંટણી લડશે તેવો નિર્ણય

રાજય વિધાનસભાની ચૂંટણી આવી રહીં છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો નક્કી કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,જિલ્લા પ્રમુખો સહિતના મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે તેવી વિગત બહાર આવી છે. જો કે, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ચૂંટણી લડશે તેમ તેમણે એક વાતચીતમાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાએ દાવેદારીના ફોર્મ મગાવવામાં આવ્યા છે. જિલ્લા સમિતિ ઉમેદવારોના ફોર્મ પ્રદેશ કક્ષાએ રજૂ કરશે. આ ફોર્મની ચકાસણી થશે અને આ પછી ઉમેદવારોની પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર આસપાસ જાહેર થઈ શકે છે.

આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી જીતનાર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી લડશે નહીં તેમ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે. પ્રદેશ પ્રમુખ તો ઠીક દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી લડશે નહીં. આ દિગ્ગજ નેતાઓમાં પૂર્વ પ્રદેશ પ્રમુખો અને સંગઠનમાં કામગીરી બજાવતા નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પણ ચૂંટણી લડાવવામાં આવશે નહીં તેવું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.

જો કે, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ચૂંટણી લડશે નહીં તેવી વાત છે, પણ આ બાબતે રાઠવાએ કહ્યું હતું કે, આ માત્ર મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાની અફવા છે. કોઇ મારા હિતશત્રુએ આવી વાત ફેલાવી છે. હું વિધાનસભાની ચૂંટણી લડવાનો છું અને મે ચૂંટણી લડવા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે,એટલે ચૂંટણી નહીં લડું તેમાં કોઇ તથ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...