તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પ્રાથમિક શાળાના શિક્ષકોની સંખ્યાઓની ચકાસણી SAS પોર્ટલ દ્વારા કરવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ નિયામકને 2 જુલાઇ સુધીમાં મોકલી આપવા આદેશ
  • માર્ચ-2021થી મે-2021 સુધીમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની વિગતો મોકલી આપવી

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની સંખ્યામાં તફાવત જોવા મળ્યો છે. આથી શિક્ષકોના પગાર સહિતની સેવાકીય બાબતો માટે ઉપયોગમાં લેવાતા એસએએસ પોર્ટલમાં શાળાના શિક્ષકોની માર્ચ-2021થી મે-2021 સુધીના શિક્ષકોની સંખ્યા પ્રાથમિક શિક્ષણ નિયામકને તારીખ 2જી, જુલાઇ સુધીમાં મોકલી આપવા આદેશ કર્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના પગાર સહિતની સેવાકીય બાબતો માટે એસ.એ.એસ. પોર્ટલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જોકે પોર્ટલનો ઉપયોગ કરવા છતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં માર્ચ-2021થી મે-2021 3 મહિનામાં શિક્ષકોની સંખ્યામાં તફાવત જોવા મળતા અનેક સવાલો ઊઠ્યા છે.

છેલ્લા 3 મહિના સુધી શિક્ષકોની સંખ્યામાં તફાવત જોવા મળતા પગાર સહિતની બાબતોને લઇને અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. તેમાં અમુક જિલ્લાઓમાં અપર પ્રાયમરી અને લોઅર પ્રાયમરીમાં ફરજ બજાવતા શિક્ષકોની સંખ્યામાં તફાવત જોવા મળી રહ્યો છે. આથી શિક્ષકોની સંખ્યામાં જોવા મળેલી વિસંગતતાને જોતા તેની ખરાઇ કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓની પાસેથી માહિતી મંગાવી છે.

રાજ્યના તમામ જિલ્લામાંથી ધોરણ-1થી 5માં કામ કરતા શિક્ષકો તથા ધોરણ-6થી 8માં કામ કરતા શિક્ષકોની સંખ્યાની માહિતી મંગાવી છે. તેમાં તાલુકાવાર મંજુર કરેલું મહેકમ, માસિક પત્રકો પ્રમાણે શિક્ષકો અને વાસ્તવિક પગાર લેતા શિક્ષકો, પગાર બીલની ખરાઇ સહિતની વિગતો મંગાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...