કોરોનાવાઈરસ:ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનમાં વાહનોના ટાયરો જંતુમુક્ત કર્યા બાદ પ્રવેશ

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાર્કમાં પ્રાણીઓ કોરોનાથી સંક્રમિત થાય નહીં તેની કાળજી રખાય છે. - Divya Bhaskar
પાર્કમાં પ્રાણીઓ કોરોનાથી સંક્રમિત થાય નહીં તેની કાળજી રખાય છે.
  • તમામ કર્મીઓનું થર્મલ ગનથી બોડી ટેમ્પરેચર ચેક કરાય છે

ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનમાં પ્રાણીઓ અને પક્ષીઓ કોરોનાથી સંક્રમિત થાય નહી તે માટે પ્રવેશતા તમામ નાના મોટા વાહનોના ટાયરો જંતુમુક્ત થાય તેવી વ્યવસ્થા કરાઇ છે. નોકરી ઉપર આવતા તમામ કર્મચારીઓનું થર્મલગનથી બોડી ટેમ્પેચર ચેક કરાય છે. ઉપરાંત સેનેટાઇઝરથી હાથ સાફ કરવા અને માસ્ક ફરજિયાત કર્યા છે. કોરોનાનો કહેર જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તાર બાકાત રહ્યો નથી. ત્યારે નગરના ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં રાખેલા માંસાહારી, તૃણાહારી પ્રાણીઓ તેમજ પક્ષીઓ કોરોનાથી સંક્રમિત થાય નહી તે માટે તકેદારી રાખી છે. ત્યારે દિપડો અને સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ તેમજ ચીતલ, સાબર, હરણ સહિતના તૃણાહારી પ્રાણીઓ છે. મીની પ્રાણી સંગ્રહાલય તેવા ઇન્દ્રોડા નેચર પાર્કમાં કોરોના વાયરસને પગલે ખાસ તકેદારી રાખી છે. જેમાં ઇન્દ્રોડા નેચર પાર્કમાં પ્રવેશતા તમામ વાહનોના ટાયર જંતુમુક્ત થાય તેવી પ્રવેશદ્વાર પાસે ખાસ વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત સ્ટાફ સિવાય અન્ય કોઇપણ બહારની વ્યક્તિઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં નોકરી કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું ફરજિયાત થર્મલગનથી શરીરનું ટેમ્પેચર ચેક થાય છે. ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરાની સાથે કામ કરતા તમામ કર્મચારીઓને હેન્ડગ્લોઝ, સેનેટાઇઝર તેમજ માસ્ક આપ્યા છે. ઉપરાંત પક્ષીઓ અને પ્રાણીઓના પાંજરાની આસપાસ અવાર નવાર દવાનો છંટકાવ સહિતની કાળજી રખાય છે. જેથી પ્રાણીઓ અને પક્ષીઓ કોરોના વાયરસની જપેટમાં ન આવી જાઈ અને તેમનું સ્વાસ્થય પણ સ્વસ્થ રહે તે માટે આ પ્રકારની ઉત્તમ કાર્યવાહી અને વ્યવસ્થા કરી તેમની કાળજી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત મીની પ્રાણી સંગ્રહાલય તેવા ઇન્દ્રોડા નેચર પાર્કમાં કોરોના વાયરસને પગલે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...