છેલ્લા દસેક દિવસથી વાદળછાયુ તેમજ ભેજયુક્ત વાતાવરણ રહેતાં જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. કેમકે માત્ર એક જ સપ્તાહમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા મેલેરિયાના 24, ડેન્ગ્યુના 30 અને ચિકન ગુનિયાના ત્રણ કેસ લાગી રહ્યું છે. લાંબા વિરામ પછી છેલ્લા દસ દિવસ દરમિયાન ઝરમર વરસાદની સાથે વાદળછાયા વાતાવરણ રહ્યું હતું. આથી ફેવરેબલ વાતાવરણ મળી રહેતા જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે.
જોકે જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા ભરાયેલા પાણીમાં મચ્છરના પોરા અને લારવાના નાશની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભરાયેલા પાણીના ખાડા ખાબોચિયામાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતા આરોગ્યતંત્રની નીંદર હરામ થઇ ગઇ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળાના કુલ 57 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 30 મેલેરિયાના 24 ઉપરાંત ચિકનગુનિયાના ત્રણ કેસનો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.