લાંબા સમયથી માગણીઓના ઉકેલ માટે લડત ચલાવી રહેલા પંચાયત કર્મચારીઓ એવા વીસીઇએ 43 દિવસ પછી ગુરુવારે હડતાલ સમેટી લીધી છે. વીસીઇએ કર્મચારીઓ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે થયેલી બેઠક બાદ પંચાયત મંત્રી સાથે વાતચીત કર્યા પછી પગારવધારો સહિતના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવશે, તેવી ખાતરી આપતાં વીસીઇએ કર્મચારીઓએ હડતાલ પૂર્ણ જાહેર કરી છે.
વીસીઇએ કોમ્પ્યુટર ગ્રામ સાહસિક કર્મચારીઓના કમિશનના આધાર રદ કરીને માસિક માનદ 19000ના વેતન આપવા સહિતની માગણીઓ સાથે 43 દિવસથી હડતાલ ચલાવી રહ્યા હતા. જોકે વીસીઇએ કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓની સાથે મુલાકાતની માગણી કરી હતી પરંતુ મંત્રીઓ મુલાકાત માટે સમય આપતા ન હોવાથી કર્મચારીઓની ધીરજ ખૂટી પડી હતી. ત્યારે વીસીઇએ કર્મચારીઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સાથે મુલાકાત કરીને માગણીઓની રજૂઆત કરી હતી. આથી હાલમાં પંચાયત મંત્રી વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આથી વીસીઇએ કર્મચારીઓએ પોતાનું લડત આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરી દીધું હોવાનું વીસીઇએ કર્મચારીઓએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.