તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગ્રામ્યમાં વેક્સિન લેવા માટેના સ્લોટનું બુકિંગ VCE મફત કરશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક એન્ટ્રી દીઠ આરોગ્ય વિભાગ રૂ. 5નો ચાર્જ ચૂકવશે

ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. આથી વેક્સિનેશન માટે સ્લોટ બુકિંગ ગ્રામ પંચાયતમાં વીસીઇ દ્વારા મફત કરી આપશે. જ્યારે વીસીઇ દ્વારા એક ઓનલાઇન બુકિંગ દીઠ રૂ. 5નો ચાર્જ આરોગ્ય વિભાગ ચુકવાશે.

નેટ અથવા મોબાઇલના અભાવે અમુક લોકો રસી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકતા ન હોવાનું આરોગ્ય વિભાગને ધ્યાને આવ્યું
ગ્રામ્ય વિસ્તારના લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. પરંતુ નેટ કે મોબાઇલના અભાવે અમુક લોકો વેક્સિન માટે ઓનલાઇન નોંધણી કરાવી શકતા નહી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગને ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે ઓનલાઇન નોંધણીના અભાવે ગ્રામ્ય વિસ્તારના લોકો વેક્સિન લીધા વિના રહી જાય નહી તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ગ્રામ પંચાયતમાંથી કરાશે.

ગ્રામ પંચાયતમાં ભરતી કરેલા વીસીઇ દ્વારા ગામની 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને વેક્સિન માટે ઓનલાઇન નોંધણી તેમજ સ્લોટ બુકિંગની કામગીરી મફત કરાશે. વીસીઇ દ્વારા ઓનલાઇન નોંધણી કર્યાની લાભાર્થી પાસેથી કોઇ જ ચાર્જ લેવામાં આવશે નહી. પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન માટેની ઓનલાઇન નોંધણી સાથે સ્લોટનું બુકિંગની પ્રત્યેક એન્ટ્રી દીઠ રૂ. 5નો ચાર્જ ચુકવશે. આથી ગ્રામ્ય વિસ્તારના લોકોએ વેક્સિન લેવી હોય તો ગ્રામ પંચાયતમાંથી ઓનલાઇન બુકિંગ કરવાનું રહેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...