વિરોધ પ્રદર્શન:રાજ્યની ગ્રામ પંચાયતનાં VCE કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇ ગાંધીનગરમાં ધરણા કર્યા

ગાંધીનગર6 દિવસ પહેલા
  • ફિક્સ પગાર સહિતની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવશે

રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા VCE કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા VCE કર્મચારીઓની માંગ સંદર્ભે હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવતાં આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓએ ધરણા - વિરોધ પ્રદર્શન કર્યા હતા.

રાજ્યની 14 હજાર ગ્રામ પંચાયતમાં 14 હજાર VCE કર્મચારીઓ કામ કરે છે. જેઓ રાજ્ય સરકારની યોજાનાની કામગીરી કરતા હોય છે. ખાસ કરીને તેઓ સર્વેને લગતી ડિજિટલ કામગીરી કરે છે. સાથેજ તેઓ ડિજિટલ સેવા સેતું, મહેસૂલ વિભાગ, અન્ન પુરવઠા વિભાગ, ચૂંટણીની કામગીરી, ન્યાય આધારિત વિભાગને લગતી કામગીરી, તેમજ પંચાયતને લગતી કામગીરી પણ કરે છે. જોકે હાલ આ VCE કર્મચારીઓ નારાજ છે.

VCE કર્મચારીઓની માંગ છે કે, તેમના કામ પર તેમને કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. ઉપરાંત કર્મચારીઓની માગ છે કે તેમને જે પગાર આપવામાં આવે છે. તેમા થતો ભેદભાવ દૂર કરવામાં આવે છે. વધુમાં તેમણે એવી માગણી કરી છે કે તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે.

રાજ્યના VCE કર્મીઓ દ્વારા વિવિધ માગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. VCE કર્મીઓની માંગ છે કે, ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે.

રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. તેમ છતાં સરકાર તરફથી લાભ આપવામાં આવતો નથી. જેનાં પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓએ એકઠા થઈને ધરણા વિરોધ પ્રદર્શન કરી પડતર માંગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...