જાગૃતી લાવવા પ્રયાસ:ગાંધીનગરમાં આવકનો દાખલો રિન્યુ ન કરાવવાથી 84484 લાભાર્થીના મા વાત્સલ્ય કાર્ડ બંધ થઇ ગયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડ રિન્યુ કરાવવા માટે લાભાર્થીઓને જાગૃત કરવા તાલુકા હેલ્થ અધિકારીઓને સૂચના

લોકોને આરોગ્ય સેવાઓ મફત મળી રહે તે માટે મા વાત્સલ્ય કાર્ડ લાભાર્થીઓએ કઢાવ્યા છે. આ કાર્ડની આવકની અવધી ગત તારીખ 31મી, જુલાઇ-2022ના રોજ પૂર્ણ થતી હતી. પરંતુ લાભાર્થીઓ દ્વારા આવકના દાખલા સાથે કાર્ડને રિન્યુ નહી કરાવતા જિલ્લાના 84484 લાભાર્થીઓના મા વાત્સલ્ય કાર્ડ બંધ થઇ ગયા છે. આથી તાલુકા હેલ્થ અધિકારીને પોતાના તાબાના ગામોના લાભાર્થીઓને કાર્ડ રિન્યુ કરાવવા જાગૃત્તિ લાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સુચના આપી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્ય સુખાકારી મળી રહે તે માટે અનેક યોજનાઓ લોકો માટે શરૂ કરવામાં આવી છે. તેમાં મા વાત્સલ્ય કાર્ડ જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને આરોગ્યલક્ષી સેવાના લાભ માટે આશીર્વાદ સમાન છે. આથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરેલા અવરનેસ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના 84848 લાભાર્થીઓએ મા વાત્સલ્ય કાર્ડ કઢાવ્યા હતા.

જોકે મા વાત્સલ્ય યોજના અંતર્ગત બનેલા કાર્ડમાં ઇનકમ સર્ટીફિકેટની અવધી પૂર્ણ થતી હોવાથી મા વાત્સલ્ય કાર્ડ બંધ થઇ ગયા છે. તેમાં જિલ્લાના 84848 પરિવારોના મા વાત્સલ્ય કાર્ડની અવધી પૂર્ણ થઇ છે. આથી લાભાર્થીઓના મા વાત્સલ્ય કાર્ડ ગત તારીખ 31મી, જુલાઇ-2022થી બંધ થઇ ગયા છે. આથી મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ આવકા દાખલા સાથે કાર્ડને રિન્યુ કરાવે તે માટે લોકોમાં જાગૃત્તતા આવે તેવા કાર્યક્રમો કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌત્તમ નાયકે ચારેય તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓેને આદેશ કર્યો છે.

જે લાભાર્થીઓના કાર્ડ બંધ થઇ ગયા છે. તેઓ કોઇપણ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર કરાવી શકશે નહીં. સરકારી યોજનાનો લાભ લઇ શકશે નહીં જેથી કાર્ડ રિન્યુ કરાવવા માટે જાગૃતિ અભિયાન ચાલું કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ સુચના આપી છે. મફત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે લાભાર્થીઓએ મા કાર્ડ કઢાવ્યા હતા. પરંતુ તે બંધ થઇ ગયા છે.

મા વાત્સલ્ય કાર્ડ રિન્યુ કેવી રીતે થશે
મા વાત્સલ્ય કાર્ડ રિન્યુ કરાવવા માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ લઇને તાલુકા આરોગ્ય કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, યુપીસી અથવા નજીકના ઇ-ગ્રામ પંચાયત ખાતે જઇને થઇ શકશે. આથી મા વાત્સલ્ય કાર્ડ પૂન ચાલુ થઇ જશે.

મા વાત્સલ્ય કાર્ડને પીએમજેએવાયમાં તબદીલ કરવામાં આવશે
મા વાત્સલ્ય કાર્ડને આવકના દાખલા સાથે પુન: ચાલુ કરાવવાની સાથે સાથે પીએમજેએવાયમાં તબદીલ કરી શકાશે. આથી લાભાર્થીને જિલ્લાની 20 ખાનગી અને 48 સરકારી હોસ્પિટલોમાં નવજાત જન્મજાત શિશુની સારવાર, ડાયાલીસીસ, કિડનીના રોગ, હૃદયની બિમારી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક ફેક્ચર, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, ગાયનેક, કેન્સર જેવા રોગોની સારવાર મળી શકશે. જેથી લાભાર્થીઓ તેનો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...