તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Uvarsad's Raval Vas Becomes Worli Matka's Gambling Hub, Gamblers Caught Again After Eight Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉવારસદનું રાવળ વાસ વરલી મટકાના જુગારનું હબ બન્યુ, આઠ દિવસ પછી ફરી વખત જુગારીઓ ઝડપાયા

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અડાલજ પોલીસે તાજેતરમાં જ આ વિસ્તારમાંથી બે જુગારીઓની ધરપકડ કરી હતી

ગાંધીનગરના ઉવારસદ ગામનાં રાવળ વાસમાં આશરે આઠ દિવસ અગાઉ ઘરની બહાર ખાટલામાં બેસી વરલી મટકાનો જુગાર રમાડતાં બે ઈસમો ઝડપાયા બાદ ગઈ કાલે પણ પૂર્વ બાતમીના આધારે અડાલજ પોલીસે વધુ બે જુગારીઓને ઘરની પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનાં આંક લખતાં રંગેહાથ ઝડપી રૂપિયા 10 હજાર બસ્સો પંચયાસીનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના ઉવારસદ વિસ્તારમાં વરલી મટકાના જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવ દ્વારા સ્ટાફના માણસોને કડકાઈથી કામગીરી લેવા માટે ખાસ સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. જેના પગલે ગઈકાલે અડાલજ પોલીસનો સ્ટાફ ઉવારસદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ વનરાજસિંહ વજાજીને બાતમી મળતા ઉવારસદનાં રાવળ વાસમાં જુગાર ચાલી રહ્યો છે.

તેથી તે જગ્યાએ તપાસ કરતા બંને જુગારીઓ ખુલ્લી જગ્યામાં બેસીને વરલી મટકાના આંકડા લગતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેમની અંગ ઝડતી લેતા કુલ રૂપિયા 10,285 ની રોકડ રકમ તેમજ વરલી મટકા લખવાનું સાહિત્ય મળી આવતા બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ પણ રાવળવાસમાં પોલીસે રેડ કરીને કમલેશ ઉર્ફે બબુ રાવળ તેમજ જીગ્નેશ રાવળને વરલી મટકાના આંક લખી જુગાર રમાડતા કુલ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો