આયોજન:PMના જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત
  • 17થી 7 ઓક્ટોબર દરમિયાન અભિયાનને વેગવંતું બનાવવાના પ્રયાસ કરાશે

ગાંધીનગર જિલ્લા ભાજપા દ્વારા બુધવારે વડાપ્રધાનના જન્મ દિવસને લઈને કાર્યક્રમો યોજવા બેઠક મળી હતી. આ અંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને તારીખ 17થી 7 ઓકટોબર દરમિયાન સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

જેમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ રાષ્ટ્રનિર્માણ સંકલ્પ, વિવિધ સેવા કાર્યો, પર્યાવરણનું જતન અને પ્લાસ્ટિક મુક્ત નદી તળાવ, વૃક્ષારોપણ, રક્તદાન અને ચિકિત્સા શિબિર, રસીકરણ ઝુંબેશ, જરૂરિયાતમંદ દર્દીઓને તથા વિધવા બહેનોને સહાય, સુંદરકાંડ પાઠ અને રામકથા, વૃદ્ધાશ્રમમાં ફળફળાદી વિતરણ કરવી, દિવ્યાંગોને સહાયતા કરવી, ગરીબોને રાશન કીટનું વિતરણ દ્વારા સેવા અને સમર્પણ અભિયાનને વેગવંતુ બનાવવા માટેના અસરકારક પ્રયાસો કરવામાં આવશે.આ ઉપરાંત 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી અને તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતીના ઉપલક્ષ્યમાં વિવિધ સેવા કાર્યો વ્યાપકપણે યોજવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...