મતદાન વધારવા કાર્યક્રમો:ગાંધીનગર જિલ્લામાં મતદાન વધારવા 14મીથી વિવિધ કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચુંટણીમાં બમ્પર મતદાન થાય અને મતદારો પોતાના મતાધિકારીનો લાભ લે તે માટે આગામી તારીખ 14મી, નવેમ્બરથી જનજાગૃત્તિના વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં રંગોળી, રેલી, ચિત્ર, સહી ઝુંબેશ, સંગીત અને શપથ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચુંટણીમાં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરે તે માટે મતદાન અંગેના જનજાગૃત્તિના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોના સહયોગથી મતદાન અંગેના જનજાગૃત્તિના કાર્યક્રમો યોજાશે. મતદાન અંગેની જનજાગૃત્તિના કાર્યક્રમનો પ્રારંભ આગામી તારીખ 14મી, નવેમ્બરથી પ્રારંભ કરાશે. જેમાં ચિત્ર, સંગીત, રેલી, સહી ઝુંબેશ, રંગોળી અને શપથ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

જેમાં તારીખ 14મી, નવેમ્બરના રોજ મતદાન જાગૃત્તિના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. તારીખ 16મી, નવેમ્બરના રોજ દરેક વિધાનસભા સીટના કોઇપણ એક સ્થળે રંગોળીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે તારીખ 17મીએ જાહેરસ્થળો ખાતે પોસ્ટર બેનરથી મતદાન જનજાગૃત્તિના કાર્યક્રમો યોજવામાં આવશે. તારીખ 21મી, નવેમ્બરના રોજ મતદાન અંગેન શપથનો કાર્યક્રમ યોજાશે. તારીખ 24મી, નવેમ્બરના રોજ સહી ઝુંબેશ શરૂ કરાશે. તારીખ 26મી, નવેમ્બરના રોજ મતદાન જાગૃત્તિ રેલી અને તારીખ 30મી, નવેમ્બરના રોજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...