તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચનાઓ અપાઈ:જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી એલ.ઇ.ડી. લાઇટના કામો હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શક સૂચનાઓ અપાઈ

ગાંધીનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલ.ઇ.ડી. લાઇટના કામો હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને દ્વારા માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી

ગાંધીનગર જિલ્લા પંચાયત, ગાંધીનગરની 15મા નાણાપંચ, જિલ્લા પંચાયત સ્વભંડોળ અને અન્ય પ્રકારની સરકારી ગ્રાન્ટમાંથી એલ.ઇ.ડી.ને લગતા કામો કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી એલ.ઇ.ડી. લાઇટના કામો હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને દ્વારા માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે, તેમા જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી એલ.ઇ.ડી. લાઇટના કામો હાથ ધરવામાં આવે છે. આવા કામો ગ્રામ્ય કક્ષાએ ગુણવત્તાસભર થાય તથા કામોની પારદર્શકતા જળવાઇ રહે તે માટે નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેકટ્રીક ડિવિજન, સચિવાલય, ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલ સ્પેશિફીકેશન મુજબ સરકારની માર્ગદર્શિકા અન્વયે કામગીરી કરવા જિલ્લા પંચાયત ગાંધીનગર હેઠળના તમામ અમલીકરણ અધિકારીઓ તરફ આ પ્રકારની કામગીરીને અનુસરવા સૂચના આપતો પરિપત્ર કરવામાં આવ્યો છે.

જે અન્વયે હવે જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ગ્રાન્ટ હેઠળ એલ.ઇ.ડી.ને લગતા કામોમાં એક સુત્રતા જળવાઇ રહેશે. તથા આવા કામો ગુણવત્તાસભર થશે. આ અંગે મુખ્યત્વે બાબતો જોતા ગ્રામ્ય કક્ષાએ કરવાના વિકાસ કામો પૈકી પ્રાથમિક સુવિધાઓના 100 ટકા કામો પૂર્ણ થયેલા હોય અને એલ.ઇ.ડી.ને લગતા કામોની અગત્યતા જણાતી હોય તેવા કિસ્સામાં જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ્ય કક્ષાએ સ્વયં મુલાકાત લઇ ખાતરી કર્યા બાદ આવા કામો થાય તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો