તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Various Development Works Will Be Carried Out In The Area Including New Gandhinagar At A Cost Of Rs. 65 Crore, Facilities Including Traffic Signals Will Be Set Up.

સુવિધા:ન્યુ ગાંધીનગર સહિતના વિસ્તારમાં 65 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવશે, ટ્રાફિક સિગ્નલ સહિતની સુવિધા ઉભી કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વિસ્તારનાં 15 જંકશન પર ટ્રાફિક સિગ્નલ લગાવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નિરીક્ષણ કરાશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ ન્યુ ગાંધીનગર સહિતનાં વિસ્તારમાં 65 કરોડના ખર્ચે સ્માર્ટ સીટી અંતર્ગત વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત સીસીટીવી સર્વેલન્સ સહિત ટ્રાફિક સિગ્નલો તેમજ પ્રોપર્ટી ટેક્ષ સર્વે ની કામગીરી પણ GIS સિસ્ટમથી હાથ ધરવા ટેન્ડર પણ મંજુર કરી દેવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ રોડ, રસ્તા, ગટર, તેમજ સીસીટીવી, ટ્રાફિક સિગ્નલ સહિતના અનેક વિધ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ન્યુ ગાંધીનગર વિસ્તાર સહિતના 18 ગામ અને પેથાપુર નગરપાલિકા પણ કોર્પોરેશન હસ્તક સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી આ વિસ્તાર નો પણ સ્માર્ટ સીટી હેઠળ વિકાસ કરવાની કવાયત તંત્ર ધ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

જે અન્વયે નવા વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ, ટ્રાફિક સિગ્નલો તેમજ પ્રોપર્ટી સર્વેની કામગીરી માટે 65 કરોડના ટેન્ડરને મંજુરી આપી દેવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. નવા વિસ્તારમાં સમાવિષ્ટ જે જંકશનો ઉપર ટ્રાફિક વધારે છે તેવા 15 જેટલા સ્થળોએ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

ઉપરાંત આ સમગ્ર નવા વિસ્તારને સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવશે. જેનું સીધું સંચાલન કોર્પોરેશનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફત કરવામાં આવનાર છે.

નવા વિસ્તારમાં એક લાખથી વધુ પ્રોપર્ટી આવેલી છે ત્યારે આ પ્રોપર્ટીના સર્વે માટે જીઆઈએસ સિસ્ટમથી કામગીરી કરવામાં આવનાર છે. હવે ટેન્ડર મંજુર થઈ ગયા બાદ એજન્સી દ્વારા આગામી સમયમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...