લોકાર્પણ અને ખાતમુર્હુત:વંદે ગુજરાત વિકાસ યાત્રામાં 5695 લાભાર્થીને રૂપિયા 9.48 કરોડની સહાય કરાઇ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના 284 ગામોને આવરી લેતી વંદે ગુજરાત વિકાસ યાત્રામાં કુલ-5695 લાભાર્થીઓને રૂપિયા 9.48 કરોડની સહાય આપવામાં આવી હતી. ઉપરાંત ગામોમાં વિકાસના કામોના રૂપિયા 7.16 કરોડના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગામડાના લોકો જાણકારી મેળવે તેમજ લાભ લે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા ગત જુલાઇ માસમાં યોજવામાં આવી હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રા જિલ્લાના 284 ગામોને આવરી લેતા રૂટ મુજબ ફરી હતી. તેમાં વિવિધ યોજનાઓના 5695 લાભાર્થીઓને રૂપિયા 9.48 કરોડના લાભોની સહાય આપવામાં આવી હતી.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઉપયોગી વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા હતા. તેમાં લોકાર્પણ અને ખાતમુર્હુતના કામગીરી કરાઇ હતી. જેમાં રૂપિયા 4.38 કરોડના વિકાસના 226 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોની પાયાની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવનાર છે. આથી રૂપિયા 2.78 કરોડના વિકાસના 117 કામોનું ખાતમુર્હુત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...